શોધખોળ કરો
Advertisement
‘મેક ઈન ઈંડિયા’ ના ભાગરૂપે ભારતમાં રોકાણ કરવા તૈયાર છે બ્રિટેન: ટેરીજા મે
નવી દિલ્લી: બ્રિટેનના પ્રધાનમંત્રી ટેરીજા મે ત્રણ દિવસીય ભારત પ્રવાસ માટે રવિવારે મોડી સાંજે દિલ્લી પહોંચી હતી. બ્રેક્જિટ પછી યૂરોપની બહાર પીએમ ટેરીજાનો પહેલો પ્રવાસ છે. એ વખતે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ટેરીજાની વચ્ચે સંરક્ષણ અને વેપાર સહિત તમામ મુદ્દા પર વિસ્તારથી વાતચીત થઈ હતી.
બન્ને નેતાઓની વચ્ચે સોમવારે નવી દિલ્લીના હૈદરાબાદ હાઉસમાં ભારત-બ્રિટેનના વેપાર સંબંધો પર ચર્ચા થઈ હતી. બન્નેએ નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
બ્રિટેનના પ્રધાનમંત્રી ટેરીજા મે એ ભારતમાં સ્વાગત કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. જ્યારે ભારત પ્રવાસ કરવા માટે પીએમએ ટેરીજાનો આભાર માન્યો હતો. તે વખતે પીએમ મોદીએ કહ્યું કે હું અને બ્રિટિશ પીએમે વિસ્તારથી વાતચીત કરી હતી. અમે મજબૂત સંબંધો વિકસાવવા માટે નવા આયામો વિકસાવ્યા છે.
મોદીએ સુરક્ષા પરિષદ અને NSGમાં ભારતની સભ્યતાને સમર્થન આપવા માટે બ્રિટિશ પીએમનો આભાર માન્યો હતો. તેમને કહ્યું કે હું અને પીએમ ટેરીજા વેપાર માટે એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવા માટે તૈયાર થયા છે.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટેરીજા મે એ કહ્યું કે ભારત અને બ્રિટેન બન્ને દેશો મુક્ત વેપાર માટે સમર્થક છે. પ્રધાનમંત્રી મોદીના ‘મેક ઈન ઈંડિયા’ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમને કહ્યું કે બ્રિટેન ‘મેક ઈને ઈંડિયા’ મારફતે ડિફેંસ મેન્યૂફેક્ચરિંગમાં ભારતની મદદ કરવા માટે તેયાર છે.
વૈશ્વિક આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરતા બ્રિટિશ પીએમે કહ્યું કે ભારત અને બ્રિટેન બન્ને સમાન રીતે આતંકવાદના મુદ્દાને ઉઠાવી રહ્યા છે. જેથી આપણે સાથે મળીને તેમનો મૂકાબલો કરવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement