શોધખોળ કરો
બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, ચોથી વખત બન્યા CM
રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને CM તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન યેદિયુરપ્પાના સમર્થકોએ નારા લગાવ્યા હતા.
બેંગ્લુંરુઃ કર્ણાટકાની રાજનીતિની ઉથલપાથલ વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ શપથ લીધા હતા. યેદિયુરપ્પાએ રાજભવનમાં શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને CM તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન યેદિયુરપ્પાના સમર્થકોએ નારા લગાવ્યા હતા.
આ પહેલા યેદિયુરપ્પા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. યેદિયુરપ્પાને લઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ હતું, શાહે કહ્યું કે, યેદિયુરપ્પા અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. ગઇકાલે સ્પીકરે ત્રણ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા, જેમાં બે કોંગ્રેસના અને એક અપક્ષ ઉમેદવાર હતાં. જોકે, આ ઘટના બાદ પણ હવે યેદિયુરપ્પા રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. યેદિયુરપ્પાને બહુમતિ સાબિત કરવા માટે 7 દિવસનો સમય મળશે.Karnataka: BJP State President BS Yediyurappa takes oath as Chief Minister at Raj Bhavan in Bengaluru. pic.twitter.com/5tEFE8GnHN
— ANI (@ANI) July 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement