શોધખોળ કરો
Advertisement
આઠ મહિનામાં માયાવતીએ ત્રીજી વખત લોકસભામાં BSPના નેતા બદલ્યા
આઠ મહિનામાં બસપા સુપ્રીમો માયાવતીએ ત્રીજી વખત લોકસભામાં પોતાના નેતા બદલ્યા છે.
લખનઉ: આઠ મહિનામાં બસપા સુપ્રીમો માયાવતીએ ત્રીજી વખત લોકસભામાં પોતાના નેતા બદલ્યા છે. હવે રિતેશ પાંડે લોકસભામાં બસપાના સંસદીય દળના નેતા હશે. તેઓ અંબેડકર નગરથી સાંસદ છે. અત્યાર સુધી આ જવાબદારી દાનિશ અલી સંભાળી રહ્યા હતા. અમરોહાના લોકસભા સાંસદ દાનિશ અલીના કેટલાક નિવેદનોના કારણે માયાવતી તેનાથી નારાજ હતા. અંતે તેમને આ પદ ગુમાવવું પડ્યું છે.
દાનિશ અલી પહેલા શ્યામ સિંહ યાદવ લોકસભામાં સંસદીય દળના નેતા હતા. પરંતુ થોડા મહિનાઓમાં જ માયાવતીની ગુડબુકમાંથી તેઓ બહાર થઈ ગયા હતા. મુસ્લિમ મતદારોને રિઝવવા માટે બસપા સુપ્રીમોએ દાનિશને આ જવાબદારી સોંપી હતી. તેઓ પાર્ટીના સીનિયર લીડર સતીશ ચંદ્ર મિશ્રના નજીકના માનવામાં આવે છે.
બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે દાનિશ અલીને હટાવીને રિતેશ પાંડેને લોકસભામાં નેતા બનાવવાનું કારણ પણ જણાવ્યું હતું. માયાવતીએ કહ્યું પાર્ટીના ઉત્તરપ્રદેશ અધ્યક્ષ અને લોકસભામાં નેતા એક જ સમાજના હતા. એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
1. बी.एस.पी. में सामाजिक सामंजस्य बनाने को मद्देनज़र रखते हुये लोकसभा में पार्टी के नेता व उत्तर प्रदेश के स्टेट अध्यक्ष भी, एक ही समुदाय के होने के नाते इसमें थोड़ा परिवर्तन किया गया है। 1/3
— Mayawati (@Mayawati) January 13, 2020
અત્યારે મુનકાદ અલી બસપા પ્રદેશ અધ્યક્ષ છે. માયાવતીનું કહેવું છે કે સામાજિક સમીકરણો ઠીક કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પાર્ટીના એક સાંસદે કહ્યું આ ફક્ત એક બાનુ છે.
38 વર્ષના રિતેશ પાંડે પ્રથમ વખત સાંસદ બન્યા છે આ પહેલા તેઓ ધારાસભ્ય હતા. 2017માં અંબેડકરનગરના જલાલપુરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. રિતેશના પિતા રાકેશ પાંડે પણ અંબેડકરનગરથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પોતાના વિસ્તારમાં બાહુબલી નેતા તરીકે જાણીતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion