શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકારમાંથી BSP બહાર, મંત્રી એન મહેશે આપ્યું રાજીનામું
બેંગલુરૂ: કર્ણાટકની જનતા દળ(એસ)-કૉંગ્રેસ ગઠબંધન સરકારમાં બીએસપીના એકમાત્ર મંત્રી એન મહેશે ગુરુવારે વ્યક્તિગત કારણનો હવાલો આપતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ તેણે કહ્યું કે સત્તારુઢ ગઠબંધનને તેનું સમર્થન રહેશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મંત્રી રહેલા મેહેશે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
એન મહેશે રાજીનામું આપ્યા બાદ કહ્યું કે, પોતાની વિધાનસભા મત વિસ્તાર કોલ્લેગલ પર વધુ ધ્યાન આપવા અને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને વધુ મજબૂત કરવાના ઉદ્ધેશ્યથી પદ છોડ્યું છે.
મહેશે કહ્યું કે, “મારા મત વિસ્તારમાં મારા વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું હતું કે મે બેંગલૂરુંમાં ડેરો નાંખી દીધો છે અને પોતાના મત વિસ્તારમાં ધ્યાન નથી આપી રહ્યા.” આ સિવાય મહેશે કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના આધારને મજબૂત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે રાજ્યની ગઠબંધન સરકારને તેનું સમર્થન રહેશે. અને તે ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકો પર જનતા દળ માટે ચૂંટણી પ્રચાર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion