શોધખોળ કરો
બજેટ 2021-2022: વિમા ક્ષેત્રમાં સરકારની મોટી જાહેરાત, FDIને વધારીને 74 ટકા કરાઇ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021-22 રજૂ કરતા વીમા ક્ષેત્રે મહત્વની જાહેરાત કરી છે. વીમા ક્ષેત્રે FDIને વધારીને 74 ટકા કરી દીધી છે

બજેટ 2021-2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રનું સામાન્ય બજેટ 2021-22 રજૂ કરી રહ્યાં છે. કોરોના સંકટના કારણે લોકોને આ બજેટથી કેટલીક આશાઓ છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્રે FDIને વધારીને 74 ટકા કરી દીધી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, વીમા ક્ષેત્રમાં 74 ટકા FDI થઇ શકશે. પહેલા વીમા સેક્ટરમાં FDI 49 ટકા જ થતી હતી. આ સિવાય રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાર્ટ અપ કંપની માટે જાહેરાત કરી છે. જેના હેઠળ એક ટકા કંપનીને રોકટોક વિના શરૂઆતમાં કામ કરવાની મંજૂરી મળશે
વધુ વાંચો





















