By Poll Result Live Update: પેટાચૂંટણીમાં NDA 13 સીટો પર અને કોંગ્રેસ 8 સીટો પર આગળ, બિહારમાં JDU-RJD વચ્ચે જોરદાર ટક્કર
આ 29 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ અડધો ડઝન બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 9 બેઠકો હતી અને બાકીની પ્રાદેશિક પક્ષો પાસે હતી.

Background
હિમાચલ પ્રદેશ પેટાચૂંટણીઃ કોંગ્રેસ મંડી લોકસભા સીટ પર ટ્રેન્ડમાં આગળ
હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણી માટે પડેલા મતોની ગણતરીના વલણોમાં કોંગ્રેસ મંડી લોકસભા બેઠક અને જુબ્બલ-કોટખાઈ અને અરકી વિધાનસભા બેઠકો પર આગળ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ફતેહપુર બેઠક પર આગળ છે.
ભાજપ લોકસભાની 3માંથી 1 સીટ પર આગળ છે
તમામ 29 વિધાનસભા બેઠકોનો ટ્રેન્ડ આવી ગયો છે, જેમાંથી NDA 13 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 8 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. ભાજપ, કોંગ્રેસ અને શિવસેના લોકસભાની ત્રણમાંથી એક-એક બેઠક પર આગળ છે.
તમામ 29 વિધાનસભા બેઠકોના વલણ આવ્યા
દેશના 14 રાજ્યોમાં 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તમામ 29 વિધાનસભા સીટોના ટ્રેન્ડ આવી ગયા છે, જેમાંથી NDA 14 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના એક-એક સીટ પર આગળ છે.
રાજસ્થાનની બંને સીટો પર કોંગ્રેસ આગળ
વિજેતા ઉમેદવાર સરઘસ નહી શકે
પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો સરઘસ નહીં કાઢી શકે તેવો ચૂંટણી પંચે આદેશ જાહેર કર્યો છે. ઉપરાંત વિજેતા ઉમેદવાર કે તેના બે અધિકૃત વ્યક્તિ રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.

