By-Election Result Live : આઝમ ખાંના ગઢમાં લહેરાયો ભગવો, પંજાબમાં શિરોમણી અકાલી દળ આગળ
By Polls Results: આ બેઠકો પર 23 જૂને મતદાન થયું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓ અખિલેશ યાદવ અને આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આઝમગઢ અને રામપુર બેઠકો ખાલી પડી હતી.
Background
By-Election Result: લોકસભાની ત્રણ અને સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ પેટાચૂંટણીઓ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઝારખંડ સહિત દેશના છ રાજ્યોમાં યોજાઈ હતી. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. આ પેટાચૂંટણીમાં સૌથી મહત્વની બેઠકો ઉત્તર પ્રદેશની આઝમગઢ અને રામપુર છે.
પંજાબમાં શિરોમણી અકાલી દળ આગળ
પંજાબની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહી છે. શિરોમણી અકાળી દળ 5 હજાર મતથી આગળ છે.
Punjab-Sangrur bypoll | At 1.04pm, Simranjit Singh Mann of Shiromani Akali Dal (Amritsar) is leading with a margin of 5,628 votes; AAP's Gurmail Singh continues to trail pic.twitter.com/AE2vNKA915
— ANI (@ANI) June 26, 2022
દિલ્હીમાં આપની જીત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ યથાવત છે. રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 હજારથી વધુ મતથી જીત મેળવી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મોકલવામાં આવતાં તેમણે વિધાનસભા સીટ પરથી રાજીનામું આપ્યું હતું.





















