શોધખોળ કરો
Advertisement
નવી એવિએશન પૉલિસીને કેબિનેટની મંજૂરી, 1 કલાક હવાઈ મુસાફરીના 2500 રૂપિયા
નવી દિલ્હી: લાંબી રાહ જોયા પછી કેબિનેટની નવી એવિએશન પૉલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે. નવી પૉલિસી પ્રમાણે આમ આદમીના બજેટમાં હવાઈ મુસાફરી કરવાની પુરી કોશિશ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એક કલાકની મુસાફરી માટે 2500 રૂપિયા ભાડૂ અને 30 મિનિટની મુસાફરી માટે 1200 રૂપિયા ભાડૂ નક્કી કરવામાં આવ્યું છે.
નવી એવિએશન પૉલિસીમાં કહેવામાં આવ્યું છે કે, એરલાઈન કંપનીઓ એક કલાકની મુસાફરી માટે 2500 રૂપિયાથી વધુ ખર્ચ આવશે તો તેની ચૂકવણી સરકાર સબસિડી આપીને કરશે. આ લિમિટમાં એરલાઈસને થનાર નુકસાનને 80 ટકા સરકાર રિફંડ કરશે.
લો કૉસ્ટ એરલાઈંસને પ્રોત્સાહન આપવામાં આવશે. રીજનલ એરલાઈંસનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. નવી પૉલિસીમાં એરલાઈંસ કંપનીઓને ઈંટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવી સરળ રહેશે. સરકારે ઈંટરનેશન ફ્લાઈટ માટે 5/29 નિયમમાં ફેરફાર કરીને 0/20 કરી નાખ્યો છે. તેમાં ડોમેસ્ટિક એરલાઈંસ કંપનીઓને ફાયદો મળશે. જે કંપનીઓ પાસે 20 એરક્રાફ્ટ છે અને ડોમેસ્ટિક માર્કેટમાં કોઈ અનુભવ નથી, તે સીધું જ ઈંટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી શકશે.
સરકારને આશા છે કે નવી એવિએશન પૉલિસીમાં હવાઈ યાત્રીઓની સંખ્યા ઝડપથી વધશે, 2022 સુધી પ્રત્યેક વર્ષે 30 કરોડ અને 2027 સુધી 50 કરોડ ટિકિટના વેચાણની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement