DA Hikes: મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી દિવાળી ભેટ, જાણો મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે ખુશખબર આપી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા કર્યો છે.
નવી દિલ્હીઃ દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે ખુશખબર આપી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા કર્યો છે. આજે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને લઈ ચર્ચા કરી હતી. જે બાદ તેમાં વધારો કરવાનો ફેંસલો લેવાયો હતો. 1 જુલાઈથી તે લાગુ થશે.
કેબિનેટની મંજૂરી બાદ હવે ડીએ 31 ટકા થઈ જશે. ચાલુ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન તથા મોંઘવારી ભથ્થા તથા ડીઆરમાં એક જુલાઈથી 11 અંકનો વધારો કરવાનો ફેંસલો હતો. જે બાદ ડીઓને નવો નવો 17 ટકાથી વદીને 28 ટકા થયો હતો. પરંતુ આજે તેમાં ત્રણ ટકાનો વધારો થતાં તે બેસિક પેના 31 ટકા થઈ જશે.
મોંઘવારી ભથ્થું વધવાથી બીજા અલાઉન્સમાં ફાયદો મળશે. એમાં ટ્રાવેલ અલાઉન્સ અને સિટી અલાઉન્સ સામેલ છે. એ ઉપરાંત રિયાટર્મેન્ટ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે.
એક વર્ષમાં કેટલો ફાયદો મળશે
લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયા પર ફાયદાનું ગણિત આ રીતે રહેશે.
- કર્મચારીનો બેસિક પગારઃ 18 હજાર રૂપિયા
- નવું મોંઘવારી ભથ્થુ (31ટકા): 5580 રૂપિયા પ્રતિ માસ
- અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (28 ટકા) 5040 રૂપિયા પ્રતિ માસ
- કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું 5580-5040 = 540 રૂપિયા પ્રતિ માસ
- વાર્ષિક પગારમાં કેટલો વધારોઃ 540 x 12 = 6480 રૂપિયા
Dearness Allowance for Central Government employees to be increased from 28% to 31%, will be effective from from July 1, 2021; to benefit pensioners as well pic.twitter.com/H9qvbuMD36
— ANI (@ANI) October 21, 2021