શોધખોળ કરો
Advertisement
મોદી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, દેશમાં 75 નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે
દેશમાં 75 નવા મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. જેના પર 24 હજાર 300 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેનાથી એમબીબીએસની 15 હજાર બેઠકો વધશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે મોદી કેબિનેટની બેઠક થઇ હતી. જેની શરૂઆતમાં પૂર્વ કેન્દ્રિયમંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બેઠકમાં મેડિકલ ક્ષેત્ર અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો લેવાયા હતા. બેઠક બાદ કેન્દ્રિયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં 75 નવા મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. જેના પર 24 હજાર 300 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેનાથી એમબીબીએસની 15 હજાર બેઠકો વધશે.
જાવડેકરે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીમાં એમબીબીએસની 45 હજાર નવી બેઠકો વધારવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં 82 કોલેજોને મંજૂરી અપાઇ છે અને આજે 75 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જેના પર 24 હજાર 300 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેને 2021-22 સુધી સ્થાપિત કરાશે તેનાથી 15 હજાર એમબીબીએસની બેઠકો વધશે.
જાવડેકરે કહ્યુ કે, કેન્દ્રિય મંત્રિમંડળે 60 લાખ ટન ખાંડના નિકાસ માટે 6268 કરોડ રૂપિયાના નિકાસ પર સબસિડી આપવાનો પ્રસ્તાવ મંજૂર કરી દેવાયો છે. તેમણે કહ્યું કે આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં આવશે. અગાઉ પૈસા બાકી રહી જતા હતા જેને ધ્યાનમાં રાખીને પૈસા સીધા ખેડૂતોના એકાઉન્ટમાં મોકલવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દુનિયા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion