શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
31 મે પછી લોકડાઉન લંબાવવા મુદ્દે કેન્દ્ર સરકારે રાજ્યોને શું કહ્યું? જાણો વિગત
રાજીવ ગાબાએ આ કોરોના સંકટકાળમાં સમય સમય પર રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે અને તેમની પાસેથી સ્થિતિની પૂરી જાણકારી મેળવી છે.
નવી દિલ્હીઃ લોકડાઉન 5 પર ગુરુવારે કેબિનેટ સચિવની મીટિંગમાં કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચન આપવા માટે શનિવાર સાંજ સુધીનો સમય આપ્યો છે. બેઠકમાં રાજ્યોની સ્થિતિને વધારે સારી બનાવવા માટે સૂચનો માગવામાં આવ્યા છે. રાજ્યોને એ પણ પૂછવામાં આવ્યું છે કે, 31 મે બાદ તે પોતાના રાજ્યમાં ક્યા ક્યા નવા પગલા લેવા માગે છે.
લોકડાઉનની સ્થિતિ પર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ ગુરુવારે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને મુખ્ય સ્વાસ્થ્ય સચિવોની સાથે ભેઠક કરી. આ પ્રથમ વખત થયું જ્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યોના નિગમ કમિશ્નરોને પણ સામેલ કરવામાં આવ્યા.
રાજીવ ગાબાએ આ કોરોના સંકટકાળમાં સમય સમય પર રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે અને તેમની પાસેથી સ્થિતિની પૂરી જાણકારી મેળવી છે. આ પહેલા 17 મેના રોજ કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજ્યોને ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા સાતે જોડાયેલ ચર્ચા થઈ હતી અને કોરોનાના સંકટને લઈને રાજ્યો દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પર સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે લોકડાઉનના ચોથા તબક્કાને 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, બુધવારે એક રિપોર્ટમાં લોકડાઉન 5ને લઈને દાવા અને અટકળોને ફગાવી દેવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, આ રવિવારની ‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકડાઉન 5ની જાહેરાતને લઈને કરવામાં આવેલ તમામ દાવાઓ માત્ર અટકળો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion