શોધખોળ કરો

Income Tax: 80સી ઉપરાંત આ પાંચ રીતે પણ બચાવી શકાય છે ઇન્કમ ટેક્સ, જાણો રીત

જો તમે જુની ટેક્સ રિજીમ અંતર્ગત રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ મેળવવા માંગો છો, તો અમે તમને આનુ 80C ઉપરાંત અન્ય બીજા કેટલાય પ્રકારે ટેક્સ સેવિંગ ઓપ્શન વિશે જાણકારી આપી રહ્યાં છીએ.

Tax Saving : બજેટ 2023 રજૂ થયા બાદ મીડિલ ક્લાસ પોતાના ટેક્સ્ સેવિંગનુ પ્લાનિંગ અને કેલ્કુલેશનમાં લાગ્યો છે. આવામાં જો તમે પણ ટેક્સ સેવિંગ વિશે જાણવા માંગતા હોય તો અમે તમને અહીં બેસ્ટ જાણકારી આપી રહ્યાં છીએ. જો તમે જુની ટેક્સ રિજીમ અંતર્ગત રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ મેળવવા માંગો છો, તો અમે તમને આનુ 80C ઉપરાંત અન્ય બીજા કેટલાય પ્રકારે ટેક્સ સેવિંગ ઓપ્શન વિશે જાણકારી આપી રહ્યાં છીએ. જાણો આ બીજા ઓપ્શન્સ વિશે.... 

નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત રોકાણકારો જે ઇન્કમ ટેક્સ ની કલમ 80CCD (IB) અંતર્ગત 50,000 રૂપિયાની વધારાની છૂટ મળશે, આ ટેક્સ છૂટ 80C ઉપરાંત મળે છે. જો તમે 80C ઉપરાંત પણ ટેક્સ છૂટનો લાભ મેળવવા માંગો છો, તો પોતાની હેલ્થ ઇન્શ્યૉરન્સ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલા પ્રીમિયમને ટેક્સ છૂટ માટે ક્લેમ કરી શકો છો. 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો 25,000 રૂપિયા અને સીનિયર સિટીઝન 50,000 સુધી ક્લેમ કરી શકે છે. આ છૂટ સેક્શન 80ડી અંતર્ગત મળશે. 

જો તમે હૉમ લૉન લીધી છો, તો તેના વ્યાજ દર પર કુલ 2 લાખ રૂપિયાની છૂટ મળી શકે છે. જો તમે તમારા સેવિંગ્સ એકાઉન્ટ 10,000 રૂપિયા સુધીનુ વ્યાજદર જમા થયુ છે, તો તમે આના પર ટીડીએસ છૂટ માટે ક્લેમ કરી શકો છો. આ છૂટ ઇન્કમ ટેક્સની કલમ 80TTB અંતર્ગત મળે છે. વળી, જો તમે કોઇ સંસ્થામાં ડૉનેશન આપો છો, તો તે પણ ક્લેમ કરી શકો છો. 2,000 રૂપિયા સુધી કૈશ ડૉનેશન ઇન્કમ ટેક્સ છૂટ માટે માન્ય છે. વળી 2,000 રૂપિયાથી વધુની રકમ ચેક દ્વારા જમા કરવી અનિવાર્ય છે. 

નવા અને જૂના કરવેરા માળખામાં ક્યું છે સૌથી બેસ્ટ ?   

New vs Old Income Tax Regime: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નવી આવકવેરા માળખાને લોકપ્રિય બનાવવા અને કરદાતાઓમાં તેની સ્વીકૃતિ વધારવા માટે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

નાણામંત્રીએ નવી આવકવેરા વ્યવસ્થાને ડિફોલ્ટ ટેક્સ શાસન બનાવવાની જાહેરાત કરી છે. જો કે જૂની ટેક્સ સિસ્ટમ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકાર નવી કર વ્યવસ્થા અપનાવવા માટે કોઈના પર દબાણ નથી કરી રહી. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે નવી કર વ્યવસ્થા અને જૂની કર વ્યવસ્થામાં કઈ સારી છે?

નવી અને જૂની કર વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ

નવી ટેક્સ સિસ્ટમ હેઠળ, 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કારણ કે સરકાર રૂ.25,000ની ટેક્સ રિબેટ આપશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખના સ્લેબમાં 5%, 6 થી 9 લાખના સ્લેબમાં 10%, 9 થી 12 લાખના સ્લેબમાં 15%, 12 થી 15 લાખના સ્લેબમાં 20% અને રૂ. 15 લાખથી વધુ આવક પર 30% આવકવેરો ચૂકવવો પડશે.જૂની ટેક્સ સિસ્ટમમાં રૂ. 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. કારણ કે સરકાર 12500 રૂપિયાની છૂટ આપે છે જે ટેક્સ છે. જૂની ટેક્સ સિસ્ટમમાં 2.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2.50 થી 5 લાખ રૂપિયાની આવક પર 5%, 5 થી 10 લાખ રૂપિયાની આવક પર 20% અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે.

નવી અને જૂની કર વ્યવસ્થામાં કઈ સારી છે?

ધારો કે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 10 લાખ છે, તો નવી કર વ્યવસ્થા હેઠળ, તેણે રૂ. 60,000નો આવકવેરો ચૂકવવો પડશે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં કરદાતાઓએ રૂ. 1,12,500નો ટેક્સ ચૂકવવો પડશે. જેના પર 4 ટકા એજ્યુકેશન સેસ અલગથી વસૂલવામાં આવશે. એટલે કે, 10 લાખ રૂપિયા સુધીની આવક પર, નવી કર વ્યવસ્થામાં 52,500 રૂપિયાની ટેક્સ બચત થશે.

જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 15 લાખ છે, તો નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂ. 150000નો ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે જૂના ટેક્સ માળખામાં રૂ. 2,62,500નો ટેક્સ ચૂકવવો પડશે. જેના પર 4 ટકા એજ્યુકેશન સેસ અલગથી ભરવાનો રહેશે. એટલે કે, જેમની આવક રૂ. 15 લાખ છે, તેમણે નવી ટેક્સ વ્યવસ્થામાં રૂ. 1,12,500 ઓછો ટેક્સ ચૂકવવો પડશે.

ટેક્સ નિષ્ણાતોના મતે, નવી ટેક્સ વ્યવસ્થા એવા કરદાતાઓને લલચાવી શકે છે જેઓ કપાત અને એચઆરએનો લાભ લેતા નથી. જો કે, કપાતનો લાભ લેતા કરદાતાઓ માટે જૂની કર વ્યવસ્થા હજુ પણ આકર્ષક હોઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Embed widget