શોધખોળ કરો
Advertisement
CAA અને NRCના મુદ્દા પર મમતા સરકારને ઝટકો, હાઇકોર્ટે જાહેરખબરો પર લગાવ્યો પ્રતિબંધ
નોંધનીય છે કે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતથી જ એનઆરસી અને સીએએનો વિરોધ કરતી જોવા મળી રહી છે.
કોલકત્તાઃ પશ્વિમ બંગાળની તૃણમુલ સરકારને નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ સિટિઝન રજીસ્ટરના મુદ્દા પર કોલકત્તા હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે મમતા સરકારને એ તમામ જાહેરખબરો રોકવા કહેવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં એનઆરસી અને સીએએ લાગુ નહી કરવામાં આવે. આ મામલામાં આગામી સુનાવણી 9 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. નોંધનીય છે કે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતથી જ એનઆરસી અને સીએએનો વિરોધ કરતી જોવા મળી રહી છે. મમતા વારંવાર કહી રહ્યા છે કે તે પોતાના રાજ્યમાં આ કાયદાઓ લાગુ નહી કરે. હવે કોર્ટે આ પ્રકારની કોઇ પણ જાહેરખબરો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
મમતા બેનર્જીએ રવિવારે આ મુદ્દા પર વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનઆરસીના પ્રસ્તાવિત મુદ્દા પર સાર્વજનિક રીતે ગૃહમંત્રીથી વિપરીત નિવેદન આપ્યું છે. બેનર્જીએ કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી પર તેમની અને મોદીની ટિપ્પણીઓ સામે છે. લોકો નક્કી કરશે કે કોણ સાચું છે અને કોણ ખોટું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સુરત
ગુજરાત
રાજકોટ
Advertisement