શોધખોળ કરો
Advertisement
કોરોનાથી મરનારા લોકોના અંતિમ સંસ્કાર કરી શકશે પરિવાર, આ રાજ્યની હાઈકોર્ટનો મોટો નિર્ણય
કોરોના વાયરસથી મરનારા લોકોના અંતિમ સંસ્કારને લઈ કોલકાતા હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
કોલકાતા: કોરોના વાયરસથી મરનારા લોકોના અંતિમ સંસ્કારને લઈ કોલકાતા હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ પરિવારને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. સમાજસેવી વિનિત રૂઈયાએ કોરોનાથી મરનારા લોકોના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવાની માંગને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, પ્રશાસન મૃતકોના અંતિમ સંસ્કાર સન્માન સાથે નથી કરી રહ્યું.
અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીબીએન રાધાકૃષ્ણન અને ન્યાયાધીશ અરિજીત બેનર્જીએ નવ દિશા-નિર્દેશો જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે, જો પોસ્ટમોર્ટમની જરૂર નથી તો શબને પરિવારને સોંપવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યું કે, જો કોઈ પણ મૃતકના શરીર પર દાવો નથી કરવામાં આવતો તો સરકારે સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર અથવા દફનવિધિ કરવી જોઈએ.
કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું કે, મૃતકોના પરિવાર શબને પોતાના ઘરે લઈ જઈ શકશે નહીં. હોસ્પિટલથી સીધા અંતિમસંસ્કાર માટે શ્મશાન ઘાટ અથવા કબ્રસ્તાન લઈ જવું પડશે. શબને બોડી બેગમાં રાખવું પડશે. ચહેરા પર બેગનો ભાગ પારદર્શી હોવો જોઈએ. જો સંભવ હોય તો મૃતદેહ લઈ જનારા લોકોને પીપીઈ કીટ, માસ્ક પહેરવું જોઈએ.
આ સિવાય કોર્ટે કહ્યું કે, ડેડબોડી બેગના મોંનો ભાગ સ્મશાન અથવા કબ્રસ્તાનમાં જઈને ખોલી શકાશે. જેથી પરિવાર મૃતકના અંતિમ દર્શન કરી શકે. જો કે, શબને સ્પર્શ કરવાની મંજૂરી મળશે નહીં. નથી. અંતિમ સંસ્કારમાં ધાર્મિક વિધિ પણ કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement