શોધખોળ કરો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL Auction: અહીં અમે તમને IPL 2025 અને હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જણાવીશું. જુઓ લિસ્ટ...

IPL Auction: IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. ઋષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમત મેળવનારો ખેલાડી બની ગયો છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને આ મામલે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અહીં અમે તમને IPL 2025 અને હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જણાવીશું. જુઓ લિસ્ટ...

કમિન્સ-સ્ટાર્ક પર થયો હતો રૂપિયાનો વરસાદ 
IPL 2024 માટે ગયા વર્ષે યોજાયેલી મીની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ અને સ્ટાર્ક પર મોટી રકમનો વરસાદ થયો હતો અને બંનેએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી, લગભગ બે કલાક પછી ઓસ્ટ્રેલિયાના ઘાતક બૉલર મિચેલ સ્ટાર્ક હરાજીના ટેબલ પર આવ્યો, અને તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બંનેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. IPL ઓક્શનના ઈતિહાસમાં પ્રથમ વખત 20 કરોડ રૂપિયાનો આંકડો પાર થયો અને તે પણ એકસાથે બે ખેલાડીઓ પર.

હાલમાં જ તમામ ટીમોએ હરાજી પહેલા તેમની રીટેન્શન લિસ્ટ બહાર પાડી હતી. આ વખતે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, જૉસ બટલર અને મિચેલ સ્ટાર્ક જેવા અનુભવી ખેલાડીઓ પર પણ બોલી લગાવવામાં આવી હતી, જેમને તેમની ટીમોએ જાળવી ન રાખવાનો નિર્ણય કર્યો હતો.

આઇપીએલ 2025 ના પાંચ સૌથી મોંઘા ખેલાડીઓ 

ખેલાડી કેટલામાં ખરીદ્યા (કરોડ રૂ) ટીમ
ઋષભ પંત 27 લખનઉ સુપરજાયન્ટ્સ
શ્રેયસ અય્યર 26.75 પંજાબ કિંગ્સ
અર્શદીપસિંહ 18 પંજાબ કિંગ્સ
યુજવેન્દ્ર ચહલ 18 પંજાબ કિંગ્સ
જૉસ બટલર 15.75 ગુજરાત ટાઇટન્સ
 
આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા વેચાનારા ખેલાડીઓ - 
ખેલાડી ટીમ કેટલામાં ખરીદ્યા (કરોડ રૂ) વર્ષ
ઋષભ પંત લખનઉ સુપરજાયન્ટ્સ 27.00 2025
શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સ 26.75 2025
મિશેલ સ્ટાર્ક કોલકત્તા નાઇટ રાઇડર્સ 24.75 2024
પેટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ 20.50 2024
સેમ કરન પંજાબ કિંગ્સ 18.50 2023
કેમરૂન ગ્રીન મુંબઇ ઇન્ડિયન્સ 17.50 2023
બેન સ્ટૉક્સ ચેન્નાઇ સુપર કિંગ્સ 16.25 2023
ક્રિસ મૉરિસ રાજસ્થાન રૉયલ્સ 16.25 2021
નિકોલસ પૂરન લખનઉ સુપરજાયન્ટ્સ 16.00 2023
યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સ 16.00 2015
પેટ કમિન્સ કોલકત્તા નાઇટરાઇડર્સ 15.50 2020
ઇશાન કિશન  મુંબઇ ઇન્ડિયન્સ 15.25 2022
કાઇલી જેમીસન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું 15.00 2021
બેન સ્ટૉક્સ રાઇઝિગ પુણે સુપરજાયન્ટ્સ 14.50 2017
 
આઇપીએલ 2025ની ખાસ વાતો - 
IPL 2025 માટે મેગા ઓક્શનની ઇન્તજાર આજે (24 નવેમ્બર) ખતમ થયો છે. ટૂર્નામેન્ટ માટે મેગા ઓક્શન આજથી એટલે કે 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દા શહેરમાં યોજાઇ રહી છે. આજે હરાજીનો પ્રથમ દિવસ હશે. આ વખતે કુલ 577 ખેલાડીઓની હરાજી થશે. 

આજે 204 ખેલાડીઓની ચમકશે કિસ્મત 
આ હરાજીમાં કુલ 577 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી છે. હરાજીમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓમાંથી માત્ર 204 જ ભાગ્યશાળી હશે. તમામ ટીમો પાસે 204 ખેલાડીઓ ખરીદવા માટે ખાલી જગ્યા છે, જેમાં વધુમાં વધુ 70 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. આવી સ્થિતિમાં હરાજીમાં કયા ખેલાડીઓનું નસીબ ચમકે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે હરાજી માટે કુલ 1574 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 577 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. હરાજીમાં તમામ 177 ખેલાડીઓના નામ એક પછી એક બોલાવવામાં આવશે. ત્યારબાદ 118મા ખેલાડી સાથે એક્સીલેરેશન રાઉન્ડ શરૂ થશે. સૌ પ્રથમ હરાજીમાં બે માર્કી સેટ હશે. આ પછી કેપ્ડ ખેલાડીઓના પ્રથમ સેટનો નંબર આવશે.

ક્યાંથી થઇ રહ્યું છે લાઇવ સ્ટ્રીમિંગ 
આ વખતે સાઉદીમાં આઇપીએલની મેગા ઓક્શન યોજાઇ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ ચાલશે. મેગા હરાજીનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ વખતે કઈ ટીમ પાસે હરાજી માટે કેટલા રૂપિયા બાકી હતા ? 
પંજાબ કિંગ્સ - પર્સની કિંમત રૂ. 110.5 કરોડ બાકી હતા (રૂ. 9.5 કરોડ જાળવી રાખવા માટે ખર્ચવામાં આવ્યા)
સનરાઈઝર્સ હૈદરાબાદ - પર્સ વેલ્યૂ રૂ 45 કરોડ બાકી હતા (75 કરોડ જાળવી રાખવામાં ખર્ચ્યા)
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 45 કરોડની પર્સ કિંમત બાકી હતા (75 કરોડ જાળવી રાખવામાં ખર્ચ્યા)
લખનઉ સુપર જાયન્ટ્સ - પર્સની કિંમત રૂ. 69 કરોડ બાકી છે (રૂ. 51 કરોડ રીટેન્શનમાં ખર્ચ્યા)
રાજસ્થાન રૉયલ્સ - પર્સની કિંમત 41 કરોડ રૂપિયા બાકી હતા (રૂ. 79 ​​કરોડ જાળવી રાખવામાં ખર્ચવામાં આવ્યા)
ચેન્નાઈ સુપર કિંગ્સ - પર્સની કિંમત રૂ. 65 કરોડ બાકી હતા (રૂ. 55 કરોડ જાળવી રાખવા માટે ખર્ચ્યા)
કોલકાતા નાઈટ રાઈડર્સ - પર્સની કિંમત રૂ. 51 કરોડ બાકી હતા (રૂ. 69 કરોડ જાળવી રાખવા માટે ખર્ચ્યા)
ગુજરાત ટાઇટન્સ - પર્સની કિંમત રૂ. 69 કરોડ બાકી હતા (રૂ. 51 કરોડ જાળવી રાખવા માટે ખર્ચવામાં આવ્યા)
દિલ્હી કેપિટલ્સ- રૂ. 73 કરોડ પર્સની કિંમત બાકી હતા (જાળવણીમાં રૂ. 47 કરોડ ખર્ચ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- રૂ. 83 કરોડ પર્સની કિંમત બાકી હતા (જાળવણીમાં 37 કરોડ ખર્ચ).

આ પણ વાંચો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Embed widget