શોધખોળ કરો

કોવેક્સિન ફાઈનલ રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ નથી થયો, મોદી સરકારે શું કર્યો ખુલાસો ?

કેટલાક થોડા દિવસથી કોવેક્સિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

કેટલાક થોડા દિવસથી કોવેક્સિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં કોવેક્સિનને લઈને અનેક સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેના પર કેન્દ્ર સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સિનમાં ગાયના નવજાત વાછરડાના લોહી (Serum)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ દાવામાં કેટલું સત્ય છે.

આમ તો આ દાવાને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવી દીધો છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવજાત વાછરડાના લોહીનો ઉપયોગ માત્ર વેરો સેલ્સ (Vero cells)ને તૈયાર કરવા અને વિકસિત કરવા માટે કરવામાં આવે છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સોશિયલ  મીડિયા વિભાગના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ પંધીએ એક આરટીઆઈને ટાંકીને કહ્યું હતું કે, કોવેક્સિન તૈયાર કરવા માટે 20 દિવસના વાછરડાની હત્યા કરવામાં આવે છે અને એ પ્રક્રિયામાં નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે  છે.

કેટલો સાચો છે આ દાવો

વીરો સેલ એક મીડિયમ છે જે સીરમમાં તૈયાર કરવામાં આવે છે. વીરો સેલ તૈયાર કરવાનો ઉદ્દેશ કોરોના વાયરસ તૈયાર કરવાનો હોય છે અને વીરો સેલ તૈયાર થતા જ સીરમને કેમિકલ અને અન્ય રસાયણ દ્વારા પૂરી રીતે સાફ કરવામાં આવે છે. માટે રસીમાં સીરમની હોવાની વાત કરવી એ ખોટું છે. ધ્યાન રહે કે સીરમ લોહીનો એક પ્રકાર છે જે કેટલાક અવયવ કાઢ્યા બાદ તૈયાર કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ માત્ર વીરો સેલ્સ તૈયાર કરવા માટે કરવામાં આવે છે. વાયરસના ગ્રોથના પ્રક્રિયામાં વીરો સેલ્સ પૂરી રીતે નષ્ટ થઈ જાય  છે. વૈશ્વિક સ્ટાન્ડરન્ડ પ્રોસેસ અંતર્ગત વીરો સેલ્સના ગ્રોથ માટે ગાયની જેમ જ અન્ય જાનવરોના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ સીરમનો ઉપયોગ પ્રક્રિયાની શરૂઆતમાં કરવામાં આવે છે. રસી બનાવવા અંતિમ તબક્કામાં સીરમ વેક્સિનમાં બિલકુલ નથી હોતું માટે સીરમ એટલે કે લોહીને રસીનો ભાગ હોવાનું કહેવું એ બિલકુલ અવૈજ્ઞાનિક નહિં પણ ખોટું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Advertisement

વિડિઓઝ

Surat Civil : સુરત સિવિલમાં બેડ ખૂટી પડ્યા, એક બેડ પર 2 બાળકની સારવાર, જુઓ અહેવાલ
Ahmedabad Accident : અમદાવાદમાં ટિપ્પરવાને સર્જ્યો અકસ્માત, મહિલાનું મોત
Ghana helicopter crash : ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત 8ના મોત, જુઓ અહેવાલ
Rahul Gandhi on US Tariff : અમેરિકાના ટેરિફ પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
US Tariff On India : આજથી ભારત પર અમેરિકાનો 25 ટકાર ટેરિફ લાગુ, વધુ 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
ભારતના આ 5 શહેરોમાં મળે છે સૌથી સસ્તી કાર, જાણો કેવી રીતે તમને થશે હજારો રુપિયાનો ફાયદો
ભારતના આ 5 શહેરોમાં મળે છે સૌથી સસ્તી કાર, જાણો કેવી રીતે તમને થશે હજારો રુપિયાનો ફાયદો
છવાઈ ગઈ સ્મૃતિ ઈરાની! 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' બન્યો નંબર 1 શો, 'તારક મહેતા' સહિતના શોની TRP ઘટી
છવાઈ ગઈ સ્મૃતિ ઈરાની! 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' બન્યો નંબર 1 શો, 'તારક મહેતા' સહિતના શોની TRP ઘટી
પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
Raksha Bandhan 2025:  રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Embed widget