શોધખોળ કરો
Advertisement
શ્રીનગરમાં કાશ્મીરી યુવકોએ બચાવ્યો સેનાના જવાનનો જીવ, સેનાએ માન્યો આભાર
શ્રીનગરઃ કાશ્મીરી યુવકોએ રવિવારે શહેરના લાસજન વિસ્તારની પાસે શ્રીનગર બાઈપાસ રોડ પર થયેલ એક અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલ ભારતીય સેનાના વાહનમાં ફસાયેલ એક જવાનને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
એક પોલિસ અધિકારીએ જણાવ્યું કે, સેનાના વાહનના ડ્રાઈવરે લાસજન વિસ્તારમાં કાબુ ગુમાવી દેતા વાહન એક ઝાડ સાથે અથડાયું જેના કારણે તે રસ્તાથી નીચે ઉતરી ગયું હતું. અધિકારીએ જણાવ્યું કે, ખૂબ જ ક્ષતિગ્રસ્ત થયેલ વાહનની અંદર એક જવાન ફસાયલ હતો જેને બહાર કાઢવામાં અન્ય જવાનોનો નિષ્ફળ રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, ત્યારે જ કેટલાક સ્થાનીક કાશ્મીરી યુવકોએ ઘટનાસ્થળે પહોંચીને વાહનની બાજુમાં એક ટ્રક લગાવીને ઘાયલ જવાનને બહાર કાઢ્યો હતો. કેટલાક રાહદારીએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં શૂટ કરી લીધી હતી.
ઘટનાનો વીડિયો યૂ ટ્યૂબ અને અન્ય શોસિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર ખૂબ જોવાયો છે અને શેર થઈ રહ્યો છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કાશ્મીરમાં ફેલાયેલ અશાંતિમાં અત્યાર સુધી 84 લોકોના જીવ ગયા છે અને હજારા લોકો ઘાયલ થયા છે. સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓની વચ્ચે થયેલ ઘર્ષણમાં નુકસાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement