Paper Leak Case: નીટ પેપર લીક કેસમાં વધુ બે લોકોની ધરપકડ, એક્શન મોડમાં CBI
NEET UG પેપર લીક કેસમાં CBIએ બિહારમાંથી બે લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11ની ધરપકડ કરવામાં આવી છે.
![Paper Leak Case: નીટ પેપર લીક કેસમાં વધુ બે લોકોની ધરપકડ, એક્શન મોડમાં CBI cbi arrested two more accused from bihar in neet ug paper leak case supreme court cji hearing Paper Leak Case: નીટ પેપર લીક કેસમાં વધુ બે લોકોની ધરપકડ, એક્શન મોડમાં CBI](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/b72fe8414278c0d732506e62c64b900e1719762528420708_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NEET UG Paper Leak Case: NEET UG પેપર લીક કેસમાં CBIએ બિહારમાંથી બે લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11ની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ નાલંદા અને ગયામાંથી સની કુમાર અને રંજીત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. સની ઉમેદવાર છે જ્યારે રણજીત અન્ય ઉમેદવારના પિતા છે. આ બંને પર પેપર લીક કરવામાં સામેલ હોવાનો આરોપ છે.
આ પહેલા 8 જુલાઈના રોજ સીબીઆઈએ મહારાષ્ટ્રના લાતુરમાંથી પણ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિની ઓળખ નંજુને ધપ્પા તરીકે થઈ હતી, જેણે વિદ્યાર્થીઓ પાસેથી તેમના માર્કસ વધારવા માટે પૈસા લેવાનો દાવો કર્યો હતો. લાતુરની એક સરકારી શાળાના બે શિક્ષકોએ પરીક્ષામાં સફળતા સુનિશ્ચિત કરવા માટે NEET-UG ઉમેદવારો પાસેથી લગભગ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
CBI arrested two more people from Bihar in the NEET-UG paper leak case. One of the arrested persons was the candidate, and the other person was the father of another candidate. They were arrested from Nalanda and Gaya districts of Bihar, respectively: CBI Sources
— ANI (@ANI) July 9, 2024
અત્યાર સુધીમાં 11ની ધરપકડ
અગાઉ, એજન્સી સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે સીબીઆઈએ બિહાર NEET-UG પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે, લાતુર અને ગોધરામાં કથિત છેડછાડના સંબંધમાં એક-એક વ્યક્તિ, જ્યારે ષડયંત્રની તપાસ કરવામાં આવી રહી છે. આ આરોપમાં દેહરાદૂનમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હવે એજન્સીએ બિહારમાંથી વધુ 2 લોકોની ધરપકડ કરી છે.
CBIએ 6 FIR નોંધી છે
5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં કથિત અનિયમિતતાઓને લઈને મોટા પાયે થયેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે આ મામલાની તપાસની જવાબદારી સીબીઆઈને આપી હતી. સીબીઆઈએ આ કેસમાં છ એફઆઈઆર નોંધી છે. બિહારમાં નોંધાયેલી એફઆઈઆર પેપર લીક સાથે સંબંધિત છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નોંધાયેલી એફઆઈઆર ઉમેદવારોની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા છેડછાડ અને પરીક્ષા લેવા સંબંધિત છે.
NTA એ સ્વીકાર્યું છે કે પેપર લીક થયું હતું?
કોર્ટના પુરાવાના મામલે વકીલે વધુમાં કહ્યું કે એક તરફ NTA કહી રહ્યું છે કે નાના પાયે ગેરરીતિ થઈ છે પરંતુ બીજી તરફ અલગ-અલગ રાજ્યોમાં FIR નોંધાયા બાદ કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે.તેના પર કોર્ટે પૂછ્યું કે તેનો અર્થ એ છે કે NTA એ સ્વીકાર્યું છે કે પેપર લીક થયું હતું ? સોલિસિટર જનરલે કહ્યું કે આવો કિસ્સો માત્ર એક જ જગ્યાએ સામે આવ્યો છે, તે કેસમાં પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લાભ મેળવનારા લોકોની ઓળખ કરવામાં આવી છે.
સરકારે સ્વીકાર્યું કે પેપર લીક થયું હતું
સોલિસિટર જનરલની આ દલીલ બાદ એ વાત સામે આવી છે કે પહેલીવાર સરકારે કોર્ટમાં કબૂલ્યું છે કે પેપર લીક થયું છે. સરકારે કહ્યું કે આવી ફરિયાદ માત્ર પટનામાં જ મળી હતી જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વકીલે કહ્યું કે આવા તથ્યો પ્રકાશમાં આવ્યા છે, જ્યાં તે સ્પષ્ટ છે કે પેપર વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલો પર લીક થયું હતું. અમારી પાસે આના પુરાવા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લીક થયેલું પેપર એક શાળામાં Wi-Fi પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. બિહાર પોલીસની અત્યાર સુધીની તપાસમાં આવા જુદા જુદા જૂથો વિશે માહિતી મળી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)