CBSE Class 12 Results Date: 31 જુલાઈના રોજ આવશે ધોરણ-12નું પરિણામ, આ રીતે નક્કી થશે પરિણામ
વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.
![CBSE Class 12 Results Date: 31 જુલાઈના રોજ આવશે ધોરણ-12નું પરિણામ, આ રીતે નક્કી થશે પરિણામ CBSE Class 12 Exam Result Date Confirmed Declaration of result by CBSE 31 July, 2021 SC hearing CBSE Class 12 Results Date: 31 જુલાઈના રોજ આવશે ધોરણ-12નું પરિણામ, આ રીતે નક્કી થશે પરિણામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/10/b0b93b773f406d7e21a2d0dcbe3bb01a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ધોરણ 12નું પરિણામ 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.
પરિણામ તૈયાર કરતાં સમયે ધોરણ 10ના ત્રણ વિષયોના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. 11ના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. પ્રી બોર્ડના આધારે બાકીના 40 ટકા માર્ક્સ આપવામાં આવશે.
ધોરણ 12માં માર્ક્સ આપવાની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય આવી નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ ધોરણ 10, 11 અને 12ના પ્રી બોર્ડ પરિણામને ગણ્યા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે.
જે અનુસાર, ધોરણ 10માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ 11માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય અને ધોરણ 12 પ્રી બોર્ડમાંથી 40 ટકા મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય.)
AG KK Venugopal says that the declaration of results will be done by July 31, 2021.
— ANI (@ANI) June 17, 2021
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ થરાઈ હતી. કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આજે સુનાવણી એ હતી કે CBSE અને ICSE સહિત રાજ્ય બોર્ડ ધોરણ-12ના માર્ક્સ કેવી રીતે નક્કી કરશે. માર્કિંગને લઈને બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આ પહેલાની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. CBSE અને ICSEએ વિદ્યાર્થીઓને નંબર આપવા માટે ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા નક્કી કરવાને લઈને સુપ્રીમ કોર્ટ પાસે સમયની માગ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)