ED Director: કેન્દ્ર સરકારે આ અધિકારીને EDના નવા ડિરેક્ટર બનાવવાની કરી જાહેરાત
Rahul Navin ED Director: રાહુલ નવીન, 1993 બેચના ભારતીય રેવન્યુ સર્વિસ ઓફિસર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર બનાવવામાં આવશે.
Rahul Navin ED Director: રાહુલ નવીન, 1993 બેચના ભારતીય રેવન્યુ સર્વિસ ઓફિસર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર બનાવવામાં આવશે. કેબિનેટની નિમણૂક સમિતિએ રાહુલ નવીનની નિમણૂકની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે નવીન હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. રાહુલની નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. આ બે વર્ષના સમયગાળા માટે અને આગળના આદેશો જારી ન થાય ત્યાં સુધી અસરકારક રહેશે.
Appointments Committee of the Cabinet has approved the appointment of IRS officer Rahul Navin, Special Director, ED, as Director of Enforcement in the Directorate of Enforcement for two years with effect from the date of assumption of charge of the post, or until further orders,… pic.twitter.com/mMPMHBuBOf
— ANI (@ANI) August 14, 2024
કોણ છે રાહુલ નવીન?
રાહુલ નવીન ભારતીય મહેસૂલ સેવા (ઇન્કમ ટેક્સ)ના 1993 બેચના અધિકારી છે. તેમણે 15 સપ્ટેમ્બર, 2023ના રોજ તપાસ એજન્સીના કાર્યકારી નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે અગાઉના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાની જગ્યા લીધી હતી. તેમની નિમણૂક ઈનચાર્જ તરીકે થઈ તે પહેલાં, નવીને સંજય મિશ્રા સાથે મળીને કામ કર્યું હતું.
મની લોન્ડરિંગના ઘણા કેસોમાં મહત્વની જવાબદારી લીધી
ખાસ વાત એ છે કે રાહુલ નવીન આ પહેલા તપાસ એજન્સીમાં જ ઘણા મહત્વના પદો પર કામ કરી ચુક્યા છે. તેમણે આર્થિક ગુનાઓ અને મની લોન્ડરિંગ સંબંધિત ઘણા કેસોની તપાસમાં મહત્વની જવાબદારીઓ નિભાવી છે. રાહુલ નવીન એક કડક અધિકારી તરીકે જાણીતા છે અને વિવિધ વિભાગોમાં પોસ્ટિંગ દરમિયાન તેમનો ટ્રેક રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. રાહુલ નવીન બે વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓ EDના નવા ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાની જગ્યા લેશે. સંજય મિશ્રાનો કાર્યકાળ બુધવારે 14 ઓગસ્ટના રોજ પૂરો થયો.
દેશના 120થી વધુ રાજકીય નેતાઓ પર EDનો ગાળીયો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ED દેશમાં 120 થી વધુ રાજકીય નેતાઓની તપાસ કરી રહી છે, જેમાંથી લગભગ 95 ટકા વિરોધ પક્ષોના નેતાઓ છે. રાજકીય નેતાઓ સામેની તપાસ માટે ઈડી ઘણીવાર વિપક્ષી નેતાઓના નિશાના પર રહી છે.
આ પણ વાંચો...