Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
અગાઉ 'ચંદ્રયાન-3' મિશન હેઠળ 25 કિલોગ્રામનું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું

Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી 'ચંદ્રયાન-5 મિશન'ને મંજૂરી આપી દીધી છે. આ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર મોકલવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આ સમાચારની પુષ્ટી કરી અને કહ્યું કે આ મિશન જાપાનના સહયોગથી હાથ ધરવામાં આવશે. રવિવારે એક સન્માન સમારોહમાં બોલતા ISROના વડાએ કહ્યું કે ચંદ્રયાન-5 ને તાજેતરમાં જ લીલી ઝંડી આપવામાં આવી છે.
Tamil Nadu: ISRO Chairman V Narayanan announced that the rocket to bring back Indian-American astronaut Sunita Williams from space has been launched, ensuring her safe return.
— IANS (@ians_india) March 15, 2025
He also stated that India and Japan have received approval to jointly launch the Chandrayaan-5 mission… pic.twitter.com/IbQNLdY8Fb
તેમણે કહ્યું કે અગાઉ 'ચંદ્રયાન-3' મિશન હેઠળ 25 કિલોગ્રામનું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક ઉતર્યું હતું. આ વખતે ચંદ્રયાન-5 માં વધુ સક્ષમ રોવર મોકલવામાં આવશે, જે ચંદ્રની સપાટીનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.
કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને મંજૂરી આપી
ઈસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જેમાં લેન્ડર 'વિક્રમ' એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક 'સોફ્ટ લેન્ડિંગ' કર્યું હતું. આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
અગાઉ ઇસરો 'ચંદ્રયાન-4' મિશન પર પણ કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂના લાવવાનો છે. અહેવાલો અનુસાર, તેને 2027માં લોન્ચ કરવામાં આવી શકે છે.
'ચંદ્રયાન-5 મિશન' નો હેતુ?
ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી અને ત્યાં હાજર ખનિજોનો અભ્યાસ કરવાનો છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે અને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ચંદ્રયાન-5 મિશનની જાહેરાત પછી દેશભરના વૈજ્ઞાનિક સમુદાયમાં ઉત્સાહ છે અને હવે બધાની નજર આ નવા મિશન પર ટકેલી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
