15-18 વર્ષના બાળકોને અપાશે રસી, કેંદ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જાણો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15-18 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણને લઈ ગાઇડલાઇન જાહેર કરી છે. આ સાથે હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝના નિયમ પણ જાહેર કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15-18 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણને લઈ ગાઇડલાઇન જાહેર કરી છે. આ સાથે હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝના નિયમ પણ જાહેર કરવામાં આવ્યા છે. કોર્મોબિટવાળા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ પ્રિકોશન ડોઝના દિશા-નિર્દેશ જાહેર કરાયા છે.
1 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી Cowin એપ પર પોતાનો સ્લોટ બુક કરાવી શકશે. Cowin એપ પર બાળકોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્લેટફોર્મ પર મોટા લોકોના રજીસ્ટ્રેશન જેવી હશે. Cowin પ્લેટફોર્મના પ્રમુખ ડો. આર એસ શર્માએ કહ્યુ- આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ પત્ર સિવાય બાળકો રજીસ્ટ્રેશન માટે પોતાના ધોરણ 10ના આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
કોર્મોબિટવાળા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બધા લોકો જેને કોરોના વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે, તેને ડોક્ટરની સલાહ પર 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. આ પ્રિકોશન ડોઝની પ્રાથમિકતા અને સીક્વેન્સિંગ બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા કરવાના આધાર પર હશે. તમામ નાગરિકોને વેક્સીનેશન સેન્ટર પર કોવિડની પ્રિકોશન ડોઝ ફ્રી લાગશે. જે પેમેન્ટ કરવાની ક્ષમતા રાખે છે તેને ખાનગી હોસ્પિટલોના વેક્સીનેશન સેન્ટરોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર અને કોમોરબિડિટીવાળા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પોતાના હાલના કોવિન એકાઉન્ટ દ્વારા વેક્સીનેશન લઈ શકશે. પ્રિકોશન ડોઝ માટે એવા લાભાર્થીઓની પાત્રતા કોવિન સિસ્ટમમાં બીજો ડોઝ લેવાની તારીખ પર આધારિત હશે. ડોઝનો સમય આવવા પર કોવિન આવા લાભાર્થીઓને એક મેસેજ મોકલશે. જેમાં જણાવવામાં આવશે કે તે હવે પ્રિકોશન ડોઝ લઈ શકે છે.
ઓમિક્રોનની ચિંતા વચ્ચે શનિવારે ક્રિસમસના દિવસે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે આ દરમિયાન અનેક મોટી જાહેરાત કરી હતી. તેમાં કોરોના વોરિયર્સને બૂસ્ટર ડોઝ આપવા સિવાય 15-18 વર્ષની ઉંમરના બાળકોના રસીકરણ શરૂ થવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નેરંદ્ર મોદીએ કહ્યું હતુ કે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના બાળકોનું રસીકરણ શરૂ થશે. તેમણે જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના કો-મોરબિડિટીવાળા નાગરિકોને તેમના ડોક્ટરની સલાહ પર પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જે 10 જાન્યુઆરીથી શરૂ થશે.