શોધખોળ કરો
Advertisement
CAAનો વિરોધ કરનારા રાજ્યો બરાબરના ભેરવાશે, મોદી સરકારે અરજી માટે કાઢ્યો નવો તોડ
કેરળ, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્ય આ નવા કાયાદના વિરોધમાં છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અનુસાર નાગરિકતા આપવા માટે સમગ્ર પ્રક્રિયા કેન્દ્ર દ્વારા ઓનલાઈન કરવાની સંભાવના છે, જેથી રાજ્યનો આ પ્રક્રિયામાંથી બહાર રાખી શકાય. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. કેટલાક રાજ્યો નવા કાયદ વિરૂદ્ધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેરલ સહિત અન્ય રાજ્યોમાં સીએએનો જોરદાર વિરોધ થયા બાદ કલેક્ટર મારફતે નાગરિકતા માટે અરજી કરવાની સમગ્ર પ્રક્રિયાને દૂર કરવાના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે.
કેરળ, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્ય આ નવા કાયાદના વિરોધમાં છે. કેરળમાં મંગળવારે વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરીને આ વિવાદાસ્પદ બિલને વાપસ લેવાની માંગણી કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે અમે જિલ્લાધિકારીના બદલે એક નવા પ્રાધિકારને નામિત કરવા અને આવેદન, દસ્તાવેજોની ચકાસણી તથા નાગરિકતા આપવાની બધી પ્રક્રિયા ઓનલાઇન કરવાનું વિચારી રહ્યા છીએ.
ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે, જો બધી પ્રક્રિયા ઓનલાઇન બની જાય તો કોઈપણ સ્તરે રાજ્ય સરકારનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં. આ સિવાય ગૃહ મંત્રાલયના અધિકારીઓને સલાહ છે કે રાજ્ય સરકારો પાસે સીએએ ફગાવવાની કોઈ શક્તિ નથી કારણ કે આ અધિનિયમ સંવિધાનની સાતમી અનુસુચિની સંઘ સુચી પ્રમાણે બનાવી છે. મંત્રાલયના શીર્ષ અધિકારીએ કહ્યું હતું કે ફેડરલ લિસ્ટમાં સામેલ કોઈપણ કાનૂનને લાગુ કરવાથી ઇન્કાર કરવાની રાજ્યને કોઈ શક્તિ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion