શોધખોળ કરો
Advertisement
ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું ચંદ્રયાન-2
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને 30 ઓગસ્ટે વધુ એક સફળતા મેળવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું છે.
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને 30 ઓગસ્ટે વધુ એક સફળતા મેળવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું છે. એક સપ્ટેમ્બરે ચંદ્રની પાંચમી અને અંતિમ ભ્રમણકક્ષામાં ચંદ્રયાન-2 પ્રવેશ કરશે. હવે ચંદ્રયાન-2 ચંદ્રની ચારેય તરફ 126 કિમીની એપોજી (ચંદ્રથી સૌથી નજીક અંતર) અને 164 કિમીની (ચંદ્રથી સૌથી વધારે અંતર)માં ચક્કર લગાવશે.
આવનાર 2 દિવસો સુધી ચંદ્રયાન-2 આ ઓર્બિટમાં ચંદ્રનું ચક્કર લગાવતું રહેશે. બાદમાં 1 સપ્ટેમ્બરે સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ની પાંચમી કક્ષામાં નાંખવામાં આવશે. ત્યારે તે ચંદ્રની ચારેય તરફ 114 કિમી ની એપોજી અને 128ની કિમીની પેરીજીમાં ચક્કર લગાવશે.#ISRO Fourth Lunar bound orbit maneuver for Chandrayaan-2 spacecraft was performed successfully today (August 30, 2019) at 1818 hrs IST.
For details please visit https://t.co/s4I7OIOF5R pic.twitter.com/ld4wbTMuBq — ISRO (@isro) August 30, 2019
7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 પોતાના પૂર્વજ ચંદ્રયાન-1 થી આગળ નીકળી જશે. ચંદ્રયાન-1 ઓર્બિટર ચંદ્રની ચારેય તરફ 100 કિમીની કક્ષામાં ચક્કર લગાવતું હતું. આ વખતે ચંદ્રયાન-2નું ઓર્બિટર પણ આ કક્ષામાં ચક્કર લગાવશે. પરંતુ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે. અહીં પર ચંદ્રયાન-2 પોતાના પૂર્વજથી આગળ નીકળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion