શોધખોળ કરો
Advertisement
આજે અડધી રાત્રે લખાશે ભારતનો ઇતિહાસ, ચંદ્રની ધરતી પર પગ મુકશે ચંદ્રયાન-2
સફળ સૉફ્ટ લેન્ડિંગ ભારતને રશિયા, અમેરિકા અને ચીન બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બનાવી દેશે
નવી દિલ્હીઃ ભારતનું ચંદ્રયાન-2 ઇતિહાસ રચવાની ખુબજ નજીક પહોંચી ગયુ છે. કાલે એટલે કે 7 સપ્ટેમ્બરે સવારે (આજે અડધી રાત્રે) 1.55 વાગે ચંદ્રયાનનું લેન્ડર વિક્રમ ચંદ્રની ધરતી પર પગ મુકશે, આની સાથે જ ભારત એક નવો ઇતિહાસ રચી દેશે.
ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-2ના ઉતરવાનો સીધો નજારો જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 60 હાઇસ્કૂલ વિદ્યાર્થીઓની સાથે બેંગ્લુંરુ સ્થિત ઇસરો કેન્દ્રમાં હાજર રહશે.
ઇસરોના ચેરમેન સિવને જણાવ્યું કે, અત્યાર સુધી ચંદ્ર પર મોકલેલા મિશનના સૉફ્ટ લેન્ડિંગના ચાન્સ માત્ર 37 ટકા જ સક્સેસ થયા છે. આમ છતાં ઇસરો પુરેપુરા આત્મવિશ્વાસથી ભરેલુ છે કે આ મિશન સફળ થશે.
સફળ સૉફ્ટ લેન્ડિંગ ભારતને રશિયા, અમેરિકા અને ચીન બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બનાવી દેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement