શોધખોળ કરો

Chandrayaan-3 Landing Date Change: ચંદ્ર પર ઉતરવાના થોડી મિનિટો અગાઉ ટળી શકે છે ચંદ્રયાન-3નું લેન્ડિંગ, ISROએ નક્કી કર્યો રિઝર્વ ડે

Chandrayaan-3 Landing Date Change: 23 ઓગસ્ટ, 2023ના રોજ ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિકો નક્કી કરશે કે લેન્ડિંગ કરવું જોઈએ કે નહીં.

જો ચંદ્રયાન-3ના લેન્ડરને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.30 થી 6.30 વાગ્યાની વચ્ચે લેન્ડિંગ માટે યોગ્ય સ્થાન ન મળે તો લેન્ડિંગ મોકૂફ રહી શકે છે. આ એક પ્રકારનો બેકઅપ પ્લાન છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો દરેક વૈજ્ઞાનિક તેના મિશન માટે પ્લાન B બનાવે છે. ઈસરોએ પણ આવું જ કર્યું છે.

ISROનું એક કેન્દ્ર અમદાવાદ, ગુજરાતમાં છે. તેનું નામ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) છે. તેના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે લેન્ડિંગના બે કલાક પહેલા 23 ઓગસ્ટ, 2023ના રોજ ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિકો નક્કી કરશે કે લેન્ડિંગ કરવું જોઈએ કે નહીં.

દેસાઈએ કહ્યું કે આમાં અમે જોઈશું કે અમને ઉતરાણ માટે યોગ્ય જગ્યા મળી કે નહીં. કેવી છે લેન્ડરની સ્થિતિ? ઉપરાંત, ચંદ્રના વાતાવરણ અને સપાટીની સ્થિતિ શું છે. શું તે ઉતરાણ માટે યોગ્ય છે? જો કોઈ ખામી લાગશે તો અથવા આશંકા ઊભી થાય છે તો ચંદ્રયાન-3નું લેન્ડિંગ 27 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે. જો કોઈ સમસ્યા નથી તો લેન્ડિંગ 23 ઓગસ્ટે કરવામાં આવશે.

લેન્ડિંગ માટે અમદાવાદ સેન્ટરે બનાવ્યું છે ખાસ યંત્ર

LHDAC કૅમેરા ખાસ કરીને ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને સુરક્ષિત રીતે કેવી રીતે લેન્ડ કરી શકાય તે હેતુથી બનાવવામાં આવ્યો છે. તે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા જ બનાવવામાં આવ્યું છે. આ સાથે કેટલાક વધુ પેલોડ્સ લેન્ડિંગ સમયે મદદ કરશે, તે છે- લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેસર અલ્ટીમીટર (LASA), લેસર ડોપ્લર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) એકસાથે કામ કરશે. જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર લેન્ડ કરી શકાય.

લેન્ડર કેટલી ઝડપે ચંદ્રની સપાટી પર ઉતરશે

જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ હશે. પરંતુ હોરીઝોન્ટલ સ્પીડ 0.5 મીટર પ્રતિ સેકન્ડ હશે. વિક્રમ લેન્ડર 12 ડિગ્રીના ઢાળ પર ઉતરી શકે છે. આ તમામ સાધનો વિક્રમ લેન્ડરને આ ગતિ, દિશા અને સપાટ જમીન શોધવામાં મદદ કરશે. આ તમામ સાધનો લેન્ડિંગના લગભગ 500 મીટર પહેલા એક્ટિવેટ થઈ જશે.

ક્યા પેલોડ્સ લેન્ડિંગ પછી કામ કરશે

આ પછી વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા ચાર પેલોડ કામ કરવાનું શરૂ કરશે. RAMBHA ચંદ્રની સપાટી પર સૂર્યમાંથી આવતા પ્લાઝ્મા કણોની ઘનતા, જથ્થા અને વિવિધતાની તપાસ કરશે. ChaSTE ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ILSA લેન્ડિંગ સ્થળની આસપાસ ભૂકંપીય ગતિવિધિઓ તપાસ કરશે. લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે ચંદ્રની ડાયનેમિક્સને સમજવાનો પ્રયત્ન કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેતInternational Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીVikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?Surat Police:  સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Embed widget