શોધખોળ કરો

Chandrayaan-3: ચંદ્રયાન મિશન માટે 2.35 વાગ્યાનો જ સમય કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો શું છે કારણ

ચંદ્રયાન-3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશ આ ઐતિહાસિક લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને 14 જુલાઈએ લોન્ચ કરશે.

Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશ આ ઐતિહાસિક લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે. ચંદ્રયાન-3ને GSLV માર્ક 3 હેવી લિફ્ટ લૉન્ચ વ્હીકલ (LVM-3) દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડર અને રોવર સ્થાપિત કરવાનો છે.

23-24 ઓગસ્ટ સુધીમાં ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચી જશે

ચંદ્રયાન-3 મિશનની સફળતા માત્ર અદ્યતન ટેક્નોલોજી પર જ નહીં, પણ લૉન્ચ વિન્ડોની સાવચેતીપૂર્વકના સમયપત્રક પર પણ આધાર રાખે છે, કારણ કે આ નિર્ણાયક સમય છે જ્યારે અવકાશયાન તેની અવકાશી યાત્રા શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે જો ચંદ્રયાન 14 જુલાઈએ તેના મિશન માટે રવાના થાય છે, તો ચંદ્ર પર તેના ઉતરાણની અંદાજિત સમયમર્યાદા 23-24 ઓગસ્ટની આસપાસ હશે. ઈસરોના વડા સોમનાથે આ માહિતી આપી છે. ISRO પ્રથમ ચંદ્ર દિવસ દરમિયાન લેન્ડ કરવાનું લક્ષ્ય રાખે છે, જે અમાસ અને ચંદ્રોદય વચ્ચેનો સમયગાળો દર્શાવે છે.

14 જુલાઈના રોજ 2.35નો સમય શા માટે પસંદ કરવામાં આવ્યો?

ચંદ્રયાન-3 મિશનના લોન્ચની તારીખ અને સમયની પસંદગી સૌથી મહત્વપૂર્ણ છે. સ્પેસ કિડ્ઝના સ્થાપક અને સીઈઓ ડૉ. શ્રીમતી કેસન કહે છે કે લોન્ચ દરમિયાન અવકાશી પદાર્થોનું સંકલન મિશનની કાર્યક્ષમતા અને સચોટતા વધારે છે. આ જ કારણ છે કે ઈસરોએ ચંદ્ર અને અન્ય ગ્રહોની ગોઠવણીને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક રીતે આ સમય પસંદ કર્યો છે, જેથી મિશનને સંપૂર્ણ રીતે સફળ બનાવી શકાય.

ચંદ્રયાન-3 માટે સૌથી સાનુકૂળ સ્થિતિ રહેશે

કેસન અનુસાર પ્રથમ ચંદ્ર દિવસ દરમિયાન ચંદ્રની સપાટી અને પર્યાવરણીય સ્થિતિ લેન્ડર અને રોવર માટે શ્રેષ્ઠ સ્થિતિમાં હશે. જો લોન્ચ વિન્ડોની ગણતરી આ પરિમાણોને પૂર્ણ કરતી નથી, તો ISRO મિશનની સફળતાની ખાતરી કરવા માટે આગામી યોગ્ય તકની રાહ જોશે, જે સપ્ટેમ્બરમાં હોઈ શકે છે.

સંપૂર્ણ રીતે નિયંત્રણ લેન્ડિંગની ઉમ્મીદ

એકવાર ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની નજીક પહોંચી જાય, તે લેન્ડરથી અલગ થતા પહેલા 100 કિમીની ગોળાકાર ધ્રુવીય ચંદ્ર ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. અદ્યતન સેન્સર અને લેન્ડિંગ સિસ્ટમથી સજ્જ લેન્ડર દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ચંદ્રની સપાટી પર ઉતરશે. આયોજન મુજબ, ટચડાઉન વેગ 2 m/s કરતાં ઓછી ઊભી અને 0.5 m/s આડી રાખવાનું લક્ષ્યાંકિત છે, જે સંપૂર્ણપણે નિયંત્રિત ઉતરાણની અપેક્ષા છે.

ચંદ્રયાન-2 બેકઅપ રિલે તરીકે કામ કરશે

મિશન દરમિયાન પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેશે, પૃથ્વી સાથે સતત સંચારને સક્ષમ કરવા માટે સંચાર રિલે ઉપગ્રહ તરીકે સેવા આપશે. વધુમાં ચંદ્રયાન-2 બેકઅપ રિલે તરીકે કામ કરશે, ચંદ્રની સપાટી પર લેન્ડર અને રોવર સાથે સતત સંચાર સુનિશ્ચિત કરશે.

ખાસ ડિઝાઇન કરાયેલ લેન્ડર-રોવર ચંદ્ર પર ઉતરશે

ચંદ્રયાન-3 મિશન માટે ખાસ તૈયાર કરાયેલા લેન્ડર અને રોવરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ચંદ્ર પર એક દિવસનો સમયગાળો પૃથ્વી પરના લગભગ 14 દિવસ જેટલો છે. લેન્ડર અને રોવર મોટા પાયે સંશોધન કરવામાં અને ચંદ્રની સપાટી અને પર્યાવરણ વિશે મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરવામાં મદદરૂપ થશે. લેન્ડર-રોવર સિસ્મોમીટર, સ્પેક્ટ્રોમીટર અને થર્મલ માપન ઉપકરણો સહિત વિવિધ વૈજ્ઞાનિક સાધનો વહન કરવામાં સક્ષમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget