શોધખોળ કરો
કેજરીવાલની મુશ્કેલીઓ વધી, માનહાનિ મામલે કોર્ટે શું કહ્યું? જાણો

નવી દિલ્લી: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજેપી સાંસદ રમેશ બિધૂડી દ્વારા દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરવામાં આવેલા માનહાનિના મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે આરોપ સાબિત કર્યા છે. કોર્ટે રમેશ બિધૂડીને ગૂંડા કહ્યાના મામલે સૂનવણી કરતા કેજરીવાલ ઉપર લાગેલ આરોપ સાબિત કર્યા છે. જો કે, થોડા દિવસ પહેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે બીજેપી નેતા રમેશ બિધૂડીને ગૂંડા કહ્યા હતા. જેના પછી દક્ષિણ દિલ્લી સંસદીય વિસ્તારના સાંસદ બિધૂડીએ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગુનાહિત ફરિયાદના મામલામાં કેજરીવાલને આ વર્ષના ફેબ્રુઆરીમાં એક આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલામાં ભારતીય કાયદા અધિનિયમની ધારા 500 પ્રમાણે માનહાનિનો ગુનો નોંધાવ્યો હતો. બિધૂડીએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે એક સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ વખતે તેમની માનહાનિ કરવામાં આવી હતી.
વધુ વાંચો





















