(Source: ECI/ABP News/ABP Majha)
Chhattisgarh IED Blast: છત્તીસગઢમાં મતદાન વચ્ચે IED વિસ્ફોટ, સુકમામાં એક જવાન ઇજાગ્રસ્ત
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે
Chhattisgarh IED Blast: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે. આ પહેલા સોમવારે નક્સલવાદીઓએ કાંકેરમાં IED બ્લાસ્ટ કર્યો હતો.
Chhattisgarh Assembly polls: CRPF Jawan injured in IED blast in Naxal-hit Sukma
— ANI Digital (@ani_digital) November 7, 2023
Read @ANI Story | https://t.co/AOpK4h68Fx#CRPF #ChhattisgarhAssemblypolls #Sukma #Chhattisgarh #ChhattisgarhElections2023 pic.twitter.com/e2wv6GfTE4
પ્રાપ્ત માહિતી અનુસાર, સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે, નક્સલવાદીઓએ સુકમાના ટોંડામરકા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. આ વિસ્ફોટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. સૈનિક ચૂંટણી ફરજ પર તૈનાત હતો.
ગત સોમવારે કાંકેરમાં પણ નક્સલવાદીઓએ વિસ્ફોટ કર્યો હતો. મતદાનના એક દિવસ પહેલા નક્સલવાદીઓએ પખાંજૂર વિસ્તારના છોટાબેટીયા પોલીસ સ્ટેશન હેઠળ રેંગાવાહી ડાંગર ખરીદ કેન્દ્રની નજીક સ્થિત પુલ પર IED બ્લાસ્ટ કર્યો હતો.
આ ઘટનાની માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે કાંકેરમાં IED બ્લાસ્ટમાં એક BSF જવાન અને બે મતદાન કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બીએસએફ અને જિલ્લા દળની એક સંયુક્ત પાર્ટી કાંકેર જિલ્લાના છોટાબેટીયા પોલીસ સ્ટેશનના ચાર પોલિંગ પાર્ટીઓ સાથે કેમ્પ મારબેડાથી મતદાન મથક તરફ જઈ રહી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની સારવાર ચાલી રહી છે.
નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તર ડિવિઝનમાં નક્સલવાદીઓ હંમેશા ચૂંટણીનો બહિષ્કાર કરતા આવ્યા છે.આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં પણ નક્સલવાદીઓએ મોટી માત્રામાં પેમ્ફલેટ ફેંકીને અને તેના નાના-નાના રાઉન્ડ કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે જેથી ગ્રામીણ મતદાતાઓ મતદાન કરવા ના જાય.આ સાથે તેઓ મોટા ગુનાઓ કરીને આતંક ફેલાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. આમ છતાં લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લેવા માટે મતદારો સંપૂર્ણ જાગૃત છે અને મતદાન કર્મચારીઓ પણ પોતાનો જીવ દાવ પર લગાવીને મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.
અહીં આ ઘટના બાદ પણ પોલિંગ ટીમ અને સૈનિકોનું મનોબળ ઓછું થયું ન હતું અને પોલિંગ ટીમ સુરક્ષિત રીતે રેંગાગોંડી પોલિંગ સ્ટેશન પર પહોંચી હતી. આ જ નારાયણપુર પોલીસે નક્સલવાદીઓ દ્વારા પ્લાન્ટ કરાયેલા બોમ્બને પણ નિષ્ક્રિય કર્યો છે, જો કે, બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે એક ITBP જવાનને સામાન્ય ઈજા થઈ હતી. સૈનિકો આંતરિક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને નક્સલવાદીઓના સૌથી ઘાતક હથિયાર IED સાથે પણ કાર્યવાહી કરી રહ્યા છે.