શોધખોળ કરો
Advertisement
CM તો શિવસેનાનો જ બનશે, નિવેદનબાજીમાં નથી કરતા વિશ્વાસઃ સંજય રાઉત
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમે નિવેદનબાજીમાં વિશ્વાસ નથી કરતા. જેમની પાસે બહુમત છે તે સરકાર બનાવશે. મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ શનિવારે પૂરો થાય છે પરંતુ હજુ સુધી નવી સરકારને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશીને લઇને શિવસેના અને બીજેપી વચ્ચે ધમાસાન ચાલી રહ્યું છે. રાજ્યમાં શું થશે? કોની બનશે સરકાર? નવી સરકાર બનવાનો ફોર્મ્યૂલા શુ હશે? સરકાર બની શકશે કે નહીં? આ બધા પ્રશ્નોનો જવાબ ચૂંટણી પરિણામના 13 દિવસ બાદ પણ નથી મળ્યો.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિ થવાની સંભાવના છે, જેને લઇને રાજ્યમાં હલચલ તેજ બની ગઇ છે. શિવસેના બીજેપીને ધમકી આપી રહી છે કે તેઓ અન્ય વિકલપો પર વિચાર કરી રહી છે પરંતુ હજુ સુધી તેમણે આ દિશામાં કોઈ પગલું ભર્યુ નથી.
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમે નિવેદનબાજીમાં વિશ્વાસ નથી કરતા. જેમની પાસે બહુમત છે તે સરકાર બનાવશે. મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે. અમારી કોઇ મહત્વકાંક્ષા નથી. માતોશ્રીમાં આજે શિવસેના ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે આગળની રણનીતિ બનાવશે. શિવસેનાએ ધારાસભ્યોની બેઠક પહેલા પાર્ટીના મુખપત્ર સામનામાં ફરી એક વખત બીજેપી પર નિશાન સાધ્યું હતું. બીજેપીની ખુશખબરી મળવાના દાવા પર સામનામાં સવાલ પૂછવામાં આવ્યો છે કે આ સરકાર અને આ મહાગઠબંધન કેવું હશે. શિવસેનાએ લખ્યું કે, બીજેપીના વર્તમાન મંત્રીઓને તેમની સરકારી ગાડી, ઘોડા, બંગલા જવાની ચિંતા છે. 145નો આંકડો ક્યારે આવશે તેમ પણ શિવસેનાએ બીજેપીને સવાક કર્યો છે.
રાઉતે બુધવારે એનસીપી નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે મુંબઈમાં કોંગ્રેસ નેતા હુસૈન દલવાઇ સાથે પણ મીટિંગ કરી હતી. કોંગ્રેસ ભાજપને કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર રાખવા માંગે છે, આ માટે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો શિવસેના-એનસીપીની સરકારના પક્ષમાં છે.Sanjay Raut,Shiv Sena: The Chief Minister will be from Shiv Sena. https://t.co/ebV8TSny18 pic.twitter.com/HjNfeAKvrG
— ANI (@ANI) November 7, 2019
મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી ચૂકી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી છે. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી રહી છે. બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા, હજુ 12 કલાક ભારે, જાણો વિગત લખનઉમાં અફઘાનિસ્તાનના ક્રિકેટ ફેન માટે હાઇટ બની મુસીબત, લેવી પડી પોલીસની મદદ, જાણો વિગત અમદાવાદના કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ, વાહનચાલકોને પડી મુશ્કેલી, જાણો વિગતે ફરી રડાવી રહી છે ડુંગળી, ભાવ પહોંચ્યો 100 રૂપિયા, સરકારે લીધો આ ફેંસલોSanjay Raut,Shiv Sena on reports of Shiv Sena shifting its MLAs to a resort: There is no need for us to do this, our MLAs are firm in their resolve and committed to the party. Those who are spreading such rumours should worry about their MLAs first. #Maharashtra pic.twitter.com/PnWTzTLtqW
— ANI (@ANI) November 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement