શોધખોળ કરો
Advertisement
દિલ્લીમાં ચિકનગુનિયાનો કહેર વધ્યો, અત્યાર સુધી 10 લોકોના મોત
નવી દિલ્લી: દિલ્લીમાં ચિકનગુનિયાનો કહેર વધી રહ્યો છે. ચિકનગુનિયાથી એપોલો હોસ્પિટલમાં આજે એક વધુ દર્દીનું મોત થઈ ચૂક્યું છે. તે સાથે એપોલો હોસ્પિટલમાં મરનાર દર્દીઓની સંખ્યા 5 થઈ ગઈ છે. ચિકનગુનિયાથી દિલ્લીમાં મરનાર લોકોની સંખ્યા 10 સુધી પહોંચી ગઈ છે.
મંગળવારે દિલ્લીના ગંગારામ હોસ્પિટલમાં 4 લોકોના મોતના સમાચાર પછી ભૂકંપ આવી ગયો છે. હોસ્પિટલનું કહેવું છે કે, ઘણાં અંગોનું એક સાથે ફેલ થઈ જવાના કારણે દર્દીઓના મોત થયા છે. તેમનો ચિકનગુનિયા રિપોર્ટ પણ પ્રૉઝિટિવ આવ્યો હતો. જેથી તેમના મોતનું કારણ ચિકનગુનિયા છે. તે સાથે આજે એક મોત દિલ્લીની હિંન્દુરાવ હોસ્પિટલમાં થયું છે.
આ તમામ વાતો વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્લી સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન સાથે વાત કરી હતી. અને તેમને દરેક પ્રકારની સહાય આપવા માટે બાહેધરી આપી છે. દિલ્લી સરકારે ચિકનગુનિયાના ટેસ્ટ માટે મનભાવે તેમ રૂપિયા વસૂલવા વાળાઓ ઉપર રોક લગાવતા તેની મહત્તમ કિંમત 1500 રૂપિયા નક્કી કરી દીધી છે.
દિલ્લી સરકારે તેનો શ્રેય લેતા મંગળવારે પીડિત દર્દીઓ માટે હોસ્પિટલોમાં 1000થી વધુ પથારીઓની જાહેરાત કરી હતી. આ સાથે લોકોને ચિકનગુનિયા સંદર્ભે જરૂરી વાતચીત માટે હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ કરાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement