શોધખોળ કરો
Advertisement
ચીની સેના ગોગરા એરિયાના પેટ્રોલિંગ પોઈન્ટ નંબર 15 પરથી પાછળ ખસી, બન્ને દેશોની સેના વચ્ચે બન્યું ‘બફર ઝોન’
આ બફર ઝોનમાં હાલમાં કોઈ પણ દેશના સૈનિકો પેટ્રોલિંગ નહી કરી શકે.
નવી દિલ્હી: સરહદ પર તણાવ ખતમ કરવાની દિશમાં આજે ચીની સેના ગોગરા એરિયાના પેટ્રોલિંગ-પોઈન્ટ નંબર 15થી લગભગ બે કિલોમીટર પાછળ હટી ગઈ છે. ભારતીય સેના પણ આ પ્રક્રિયા અંતર્ગત લગભગ એટલીજ પાછળ ખસી છે. જેના કારણે હવે બન્ને દેશોની સેનાઓ વચ્ચે બફર ઝોન બનો ગયો છે.
બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરી શકે બન્ને દેશની સેના
આ બફર ઝોનમાં હાલમાં કોઈ પણ દેશના સૈનિકો પેટ્રોલિંગ નહી કરી શકે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કે, સૈનિકો વચ્ચેનું અંતર ઓછું રહેવાથી ગલવાન ઘાટી જેવી હિંસક અથડામણની ઘટના બની શકે છે, જે ના થાય. તેથી વિવાદિત વિસ્તારથી બન્ને દેશોના સૈનિકોને પાછળ ખસેડવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, 30 જૂનના રોજ ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. આ બેઠકમાં બન્ને દેશ ગલવાન ઘાટી, ગોગરા, હોટ સ્પ્રિંગ અને ફિંગર એરિયામાં ડિસઈન્ગેઝમેન્ટ માટે તૈયાર થયા હતા. તેના બાદ બન્ને દેશોની સેના ગલવાન ઘાટીથી દોઢ દોઢ કિલોમીટર પાછળ ખસી ગઈ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ફિંગર એરિયા નંબર 4 અને 5 વચ્ચેથી પણ ચીની સૈનિકોની સંખ્યા ઘટી ગઈ છે, જો કે, કેટલાક ચીની સૈનિક હજુ પણ ત્યાં તૈનાત છે. ચીની સેના ફિંગર એરિયા 8-4 વચ્ચે આવીને જામી ગઈ છે. જો કે, 1999માં રસ્તો બનાવીને ચીની સેના આ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો પરંતુ પોતાના બંકર અને કેમ્પ ક્યારેય બનાવ્યા નહતા. જેનું કારણ એ હતું કે ભારતીય સૈના પણ ત્યા પેટ્રોલિંગ કરતી આવી હતી. પરંતુ મે મહિનાની શરુઆતથી ચીની સેનાએ પોતાનો જમાવડો કરી લીધો છે અને બંકર અને કેમ્પ પણ બનાવી લીધા છે. એક હેલિપેડ પણ અહીં બનાવી લીધું છે. ભારતીય સેના ચીનના આ પગલાની વિરોધ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
લાઇફસ્ટાઇલ
Advertisement