પેટમાં 42 લાખ રૂપિયનું સોનું સંતાડીને દિલ્હી જઈ રહ્યો હતો તસ્કર, એરપોર્ટ પર થઈ ધરપકડ
સોનાની દાણચોરીમાં પકડાયેલ આરોપી ઈમ્ફાલથી દિલ્હી જવાનો હતો.
CISF અને કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ ઈમ્ફાલ એરપોર્ટ પર સોનાના મોટા દાણચોરની ધરપકડ કરી છે. આ તસ્કર 900 ગ્રામથી વધુ વજનનું સોનું લઇને જઈ રહ્યો હતો, જે પેટના ગુદામાર્ગમાં છુપાવ્યું હતું. આ સોનાની કિંમત 42 લાખ રૂપિયાથી વધુ છે.
ગુદામાર્ગમાં સોનું છુપાયેલું હતું
સોનાની દાણચોરીમાં પકડાયેલ આરોપી ઈમ્ફાલથી દિલ્હી જવાનો હતો. તેણે તેના પેટના ગુદામાર્ગમાં આશરે 900 ગ્રામ વજનનું સોનું છુપાવ્યું હતું. તપાસ બાદ પોલીસે પેસેન્જરની શોધખોળ કરી હતી. સૂચના દરમિયાન સીઆઈએસએફ અને કસ્ટમ અધિકારીઓને તેના ગુદામાર્ગમાં આશરે 908.68 ગ્રામ વજનના સોનાના ચાર પેકેટ મળી આવ્યા હતા.
એક્સ-રેથી જાણકારી મળી
પકડાયેલા મુસાફરનું નામ મોહમ્મદ શરીફ છે. આરોપી મુસાફર કેરળના કોઝિકોડનો રહેવાસી છે. આરોપી બપોરે 2:40 ની ફ્લાઇટમાં ઇમ્ફાલથી દિલ્હી જવા રવાના થવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને સિક્યુરિટી હોલ્ડ વિસ્તારમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
આ પછી અધિકારીઓ તેને મેડિકલ તપાસ માટે લઈ ગયા જ્યાં તેના શરીરના નીચેના ભાગનો એક્સ-રે કરવામાં આવ્યો. એક્સ-રેમાં પ્રવાસીના ગુદામાર્ગમાં સોનાની પેસ્ટ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. સોનાની પેસ્ટ શોધ્યા પછી, મુસાફરે તેના આરોપોની કબૂલાત કરી. બાદમાં પેસેન્જરને આગળની કાર્યવાહી માટે કસ્ટમ્સ અને CISF ને સોંપવામાં આવ્યો હતો.
43 કિલો સોનું થોડા દિવસો પહેલા મળ્યું હતું
ઇન્ફાલમાં સોનાના કાળાબજારની આ ઘટના નવી નથી. અગાઉ 18 જૂનના રોજ ઈમ્ફાલમાંથી અજ્ઞાત વાહનમાં 43 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 21 કરોડ હતી. જેમાં 260 સોનાના બિસ્કિટ પકડાયા હતા.
આ પણ વાંચોઃ કોરોનાથી ક્યારે મળશે છૂટકારો ? જાણો વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહી મોટી વાત