(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકાના આયોગે કરી અમિત શાહ પર પ્રતિબંધની માંગ, ભારતે આપ્યો સણસણતો જવાબ
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRCની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી.
રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ કોઇપણ પ્રકારે ભારતમાં રહેતા લોકોને પ્રભાવિત નથી કરતું. સંસ્થાએ પોતાના નિવેદનમાં જે ભલામણ કરી છે, તે કોઇપણ પ્રકારે યોગ્ય નથી. દરેક દેશને પોતાની પોલિસી હેઠળ કાયદો બનાવવાનો અધિકાર છે, જેમાંથી અમેરિકા પણ સામેલ છે. નોંધનીય છે કે, અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે.MEA: Neither #CitizenshipAmendmentBill nor National Register of Citizens process seeks to strip citizenship from any Indian citizen of any faith. Every nation, including the US, has right to enumerate&validate its citizenry&to exercise this prerogative through various policies https://t.co/5BmvTRmF7P
— ANI (@ANI) December 10, 2019
USCIRF એવો આરોપ લગાવ્યો છે કે CAB ધાર્મિક આધારે નાગરિકતા માટે કાયદાકીય માપદંડ નક્કી કરનારું છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. આ વિધેયક ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલુ છે, જે ભારતના ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઈતિહાસ તથા ભારતીય બંધારણથી તદ્દન વિપરીત છે.MEA: The Citizenship (Amendment) Bill (CAB) provides expedited consideration for Indian citizenship to persecuted religious minorities already in India from certain contiguous countries. It seeks to address their current difficulties and meet their basic human rights. https://t.co/5BmvTRmF7P
— ANI (@ANI) December 10, 2019
આ મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRCની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી. સૌને પૂરતા અધિકાર આપનારું આ બિલ છે. એ બાબત અફસોસજનક છે કે USCIRFએ આ પ્રકારની બાબતમાં પક્ષપાત પ્રેરિત વાત કરી છે, જે અંગે તેને કોઈ જ અધિકાર નથી.MEA in response to queries regarding comments made by US Commission on International Religious Freedom (USCIRF) on Citizenship (Amendment) Bill (CAB): The statement made by USCIRF on Citizenship (Amendment) Bill is neither accurate nor warranted. pic.twitter.com/ySSL7pFGHX
— ANI (@ANI) December 10, 2019