શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અંગે J&K હાઇકોર્ટ પાસે રિપોર્ટ માંગ્યો, CJIએ કહ્યું- જરૂર પડશે તો શ્રીનગર જઇશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, કાશ્મીરની પરિસ્થિતિને સામાન્ય કરવા જલ્દી પગલા ભરો

નવી દિલ્હીઃ કાશ્મીરની પરિસ્થિતિને લઇને આજે સુપ્રીમ કોર્ટેમાં કેટલીય અરજીઓ પર સુનાવણી થઇ, આ દરમિયાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે, જરૂર પડશે તો તે ખુદ શ્રીનગર જઇને પરિસ્થિતિ જોશે. સીજેઆઇની આ ટિપ્પણી બે બાળ અધિકાર કાર્યકર્તાની એ અરજી પર હતી, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અરેસ્ટ કરવાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાને લઇને જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ પાસે રિપોર્ટ માંગ્યો છે.
શું છે મામલો? ખરેખરમાં, સુપ્રીમ કોર્ટમાં આજે બે બાળ અધિકાર કાર્યકર્તાઓએ કાશ્મીરમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અરેસ્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પુછ્યુ કે તમે હાઇકોર્ટ કેમ ના ગયા, તો અરજીકર્તાઓના વકીલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં અરજી દાખલ કરવી મુશ્કેલ છે. દાવો ખોટો ઠર્યો તો અંજામ ભોગવવો પડશે- CJI વકીલનો જવાબ સાંભળીને સીજેઆઇએ કહ્યું- ‘શું ખરેખર આવુ છે? હું ત્યાના ચીફ જસ્ટીસ પાસે રિપોર્ટ માંગી રહ્યો છું, હું તેમની સાથે વાત કરીશ, જરૂર પડશે તો ખુદ ત્યાં જઇશ.’ સીજેઆઇએ એ પણ કહ્યું કે યાદ રાખો જો તમારો દાવો ખોટો ઠર્યો તો તમારે અંજામ ભોગવવો પડશે.
શું છે મામલો? ખરેખરમાં, સુપ્રીમ કોર્ટમાં આજે બે બાળ અધિકાર કાર્યકર્તાઓએ કાશ્મીરમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અરેસ્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પુછ્યુ કે તમે હાઇકોર્ટ કેમ ના ગયા, તો અરજીકર્તાઓના વકીલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં અરજી દાખલ કરવી મુશ્કેલ છે. દાવો ખોટો ઠર્યો તો અંજામ ભોગવવો પડશે- CJI વકીલનો જવાબ સાંભળીને સીજેઆઇએ કહ્યું- ‘શું ખરેખર આવુ છે? હું ત્યાના ચીફ જસ્ટીસ પાસે રિપોર્ટ માંગી રહ્યો છું, હું તેમની સાથે વાત કરીશ, જરૂર પડશે તો ખુદ ત્યાં જઇશ.’ સીજેઆઇએ એ પણ કહ્યું કે યાદ રાખો જો તમારો દાવો ખોટો ઠર્યો તો તમારે અંજામ ભોગવવો પડશે. વધુ વાંચો





















