શોધખોળ કરો
Advertisement
CJI રંજન ગોગોઈનો સુપ્રીમ કોર્ટમાં આજે અંતિમ દિવસ, રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
ચીફ જસ્ટિસ ગોગોઈની કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો. તેઓ 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શરદ અરવિંદ બોબડે 18 નવેમ્બરે શપથ લેશે.
નવી દિલ્હી: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે અંતિમ દિવસ હતો. જસ્ટિજ ગોગોઈએ પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની છબિ પ્રમાણે કર્યું. તેમની છબિ એક કડક અને ઇમાનદાર જજની છે. ગોગોઈ પોતાના અંતિમ દિવસે રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બરે પૂરો થાય છે. આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શરદ અરવિંદ બોબડે 18 નવેમ્બરે શપથ લેશે.
ચીફ જસ્ટિસ ગોગોઈની કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો. તેઓ 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેઓ આસામના મુખ્યમંત્રી રહી ચુકેલા કેશવ ચંદ્ર ગોગોઇના પુત્ર છે. ગોગોઈ 2001માં ગુવાહાટી હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા. 2011માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય જજ બન્યા અને 23 એપ્રિલ 2012ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના કાર્યકાળમાં કેટલાક ઐતિહાસક ચુકાદા આપ્યા. જેના માટે લોકો તેમને હંમેશા યાદ કરશે. ગોગોઈએ વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા મામલે ચુકાદો આપ્યો હતો કે અયોધ્યાની વિવાદિત જમીન પર રામમંદિર બનશે. ચીફ જસ્ટિસની ઓફિસ આરટીઆઈ અંતર્ગત લાવવાનો ચુકાદો આપ્યો, સબરીમાલા મામલો, સરકારી જાહેરાતોમાં નેતાઓની તસ્વીર પર પ્રતિબંધ. અંગ્રેજી અને હિંદી સહિત 7 ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પ્રકાશિત કરવાનો નિર્ણય પણ ચીફ જસ્ટિસે જ લીધો હતો.Delhi: Chief Justice of India, Ranjan Gogoi pays tribute to Mahatma Gandhi at Rajghat. Today is his last working day as the Chief Justice of India. CJI Gogoi retires on November 17. pic.twitter.com/8PBudzWg7Y
— ANI (@ANI) November 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion