ચીફ જસ્ટીસ બોબડે બાદ કોણ હશે આગામી મુખ્ય ન્યાયાધીશ? કોના નામની કરાઇ ભલામણ?
હાલના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે એનવી રમનાના નામની ભલામણ સરકારને મોકલી છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે 23 એપ્રિલે તેમના પદ પરથી નિવૃત્ત થઇ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એન.વી રમના દેશના મુખ્ય ન્યાયાધીશ બનશે. વર્તમાન હાલના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ તેમના નામની ભલામણ સરકારને મોકલી છે. ઉલ્લેખનિય છે કે, મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે 23 એપ્રિલે તેમના પદ પરથી નિવૃત્ત થઇ રહ્યા છે. આ બાદ એનવી રમના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામકાજ સંભાળશે, જો કે તેમનો કાર્યકાળ માત્ર 16 મહિનાનો જ રહેશે, એન.વી તેમનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધીનો રહેશે. રમના . 24 એપ્રિલે જસ્ટીન રમના શપથ લેશે,
કોણ છે એન.વી રમના?
27 ઓગસ્ટ 1957માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં જન્મે જસ્ટિસ રમના તેમના શાંત અને મૃદુ સ્વભાવના કારણે જાણીતા છે. તેમણે 1983માં વકાલાત શરૂ કરી હતી. તેઓ કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં વકીલ રહી ચૂક્યાં છે.
27 ઓગસ્ટ 1957માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં જન્મે જસ્ટિસ રમના તેમના શાંત અને મૃદુ સ્વભાવના કારણે જાણીતા છે. તેમણે 1983માં વકાલાત શરૂ કરી હતી. તેઓ કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં વકીલ રહી ચૂક્યાં છે. 2000માં તે આંધ્રપ્રદેશ હાઇકોર્ટના સ્થ્ય જજ બન્યાં. 2014માં તેએ દિલ્લી હાઇકોર્ટના જજ બન્યા. ચીફ જસ્ટીન ઓફ ઇન્ડિયા તરીકે તેમનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધી રહેશે, આ રીતે તેઓ માત્ર 16 મહિના આ મહત્વના પદ પર રહેશે.
ગત કેટલાક વર્ષોમાં જસ્ટીસ રમનાને સૌથી ચર્ચિત ફેસલો જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો રહ્યો સાંસદો, ધારાસભ્યો સામે પેન્ડિંગ કેસમાં ઝડપથી સુનાવણી અને ફેસલા માટે બનેલી બેંચના તેઓ અઘ્યક્ષ હતા. ઉપરાંત સુપ્રીમ કોર્ટના જસ્ટીસના કાર્યલયને સૂચના અધિકાર કાયદા (RTI)ના ક્ષેત્રેમાં લાવવાનો નિર્ણય કરતી બેંચના પણ તેઓ સદસ્ય રહી ચૂક્યા છે.તેમની જ 5 જજોની બેંચે નિર્ભયા ગેંગ રેપ અને હત્યા મામલના દોષિયોની ક્યૂરેટિવ અરજી ફગાવી હતી.