શોધખોળ કરો
Advertisement
CM કેજરીવાલે કહ્યું- વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ દિલ્હીમાં થઈ રહ્યા છે
દિલ્હી સરકારે વિધાનસભામાં કહ્યું કે, ભારતમાં પ્રથમ વખત પ્લાઝ્મા થેરેપીની મંજૂરી દિલ્હી સરકારે આપી.
નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ દિલ્હીમાં થઈ રહ્યા છે. દિલ્હીમાં પ્રતિદિવસ 10 લાખની જનસંખ્યા પર 3057 ટેસ્ટ થઈ રહ્યા છે. સોમવારે આ વાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભાના એક દિવસીય મોન્સૂન સત્રમાં કહી. દિલ્હી સરકાર અુસાર, પ્રતિ 10 લાખ જનસંખ્યા પર બ્રિટેનમાં લગભગ 3000, સંયુક્ત રાજ્ય અમેરિકામાં 1388, રશિયામાં 2311 અને પેરુમાં 858 કોરોના ટેસ્ટ થયા, જ્યારે ભારતમાં પ્રતિ 10 લાખ સરેરાશ 819 ટેસ્ટ થઈ રહ્યા છે.
કેજરીવાલે કહ્યું- દિલ્હી મોડલની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે
મુખ્યમંત્રીએ કહ્યું, “દિલ્હી મોડલની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, આ બે કરોડ લોકોની મેહનતનું પરિણમ છે, પાછલા 5-6 મહિનામાં દિલ્હીના લોકોએ અનેક મામલે સમગ્ર વિશ્વને રસ્તો બતાવ્યો છે.”
મુખ્યમંત્રીએ કહ્યું- હોમ આઈસોલેશનનો આઈડિયા દિલ્હીમાં આવ્યો
મુખ્યમંત્રીએ કહ્યું, “સમગ્ર વિશ્વમાં હોમ આઈસોલેશનનો આઈડિયા દિલ્હીમાં આવ્યો. અત્યાર સુધીમાં 1,15,254 કોરોના દર્દી હોમ આઇસોલેશનમાં ઠીક થયા અને હોમ આઈસોલેશનમાં માત્ર 30 વ્યક્તિઓના મોત થયા”
વિશ્વની પ્રથમ પ્લાઝ્મા બેંક દિલ્હીમાં બનાવવામાં આવી
દિલ્હી સરકારે વિધાનસભામાં કહ્યું કે, ભારતમાં પ્રથમ વખત પ્લાઝ્મા થેરેપીની મંજૂરી દિલ્હી સરકારે આપી, અમે ટ્ રાલય કર્યું, બાદમાં વિશ્વની પ્રથમ પ્લાઝ્મા બેંક સ્થાપિત કર્યું, આજે 1965 લોકોને પ્લાઝ્મા આપવામાં આવ્યા છે.
દિલ્હીના લોકોને સમગ્ર દેશના લોકોની સેવાની તક મળી રહી છે, દેશના અન્ય રાજ્યોથી દિલ્હી આવીને 5264 લોકોએ સારવાર કરાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement