શોધખોળ કરો

Ajit Pawar Plane Crash: 'મારો દમદાર, દિલદાર મિત્ર જતો રહ્યો', અજિત પવારના નિધન પર CM ફડણવીસની પ્રથમ પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું  પ્રથમ નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, "મારો દમદાર અને દિલદાર  મિત્ર જતો રહ્યો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું  પ્રથમ નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, "મારો દમદાર અને દિલદાર  મિત્ર જતો રહ્યો. અજિત પવારનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. આ મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ છે."

મુખ્યમંત્રી ફડણવીસે બીજું શું કહ્યું ?

મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, "અજિતના નિધનથી પવાર પરિવારને મોટો ફટકો પડ્યો છે. મેં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આ ઘટના વિશે જાણકારી આપી છે. અજિત પવારે મહારાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ સંઘર્ષ કરનારા  નેતા હતા. અજિતના  નિધનના કારણે મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે."

આ હૃદયદ્રાવક છે, મારું હૃદય સુન્ન થઈ ગયું: ફડણવીસ

મુખ્યમંત્રી ફડણવીસે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું, "દાદા જતા રહ્યા! એક જમીન સાથે જોડાયેલા નેતા, મારા મિત્ર અને સાથી,  નાયબ મુખ્યમંત્રી અજિત દાદા પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન હૃદયદ્રાવક છે. મારું હૃદય સુન્ન થઈ ગયું છે. મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી."

તેમણે કહ્યું, "મેં એક મજબૂત અને સારા મિત્ર ગુમાવ્યા છે. આ મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે. આ એક એવું નુકસાન છે જેની ભરપાઈ થઈ શકતી નથી. આજનો દિવસ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મુશ્કેલ છે. હું દાદાને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના સમગ્ર પરિવાર અને NCP પરિવારના દુઃખમાં સહભાગી છીએ. આ અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે. અમે તેમના પરિવારોના દુઃખમાં પણ સહભાગી છીએ."

મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે કહ્યું, "મેં મારા તમામ કાર્યક્રમો રદ કર્યા છે. હું ટૂંક સમયમાં બારામતી જવા માટે રવાના થઈ રહ્યો છું."

મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. વિમાનમાં સવાર 5 લોકોના મોતની DGCAએ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget