શોધખોળ કરો

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

ભારતની 2027 ની વસ્તી ગણતરીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે પૂછપરછ માટે 40 પ્રશ્નો તૈયાર કર્યા છે. જાણો, વસ્તી ગણતરી દરમિયાન સાચી માહિતી આપવી કેમ જરૂરી છે અને ભૂલ થાય તો શું પરિણામ આવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અધિકારીઓ પણ જવાબદાર, પરંપરાગત રીતિ-રિવાજોનું સન્માન કરાશે.

Census 2027 legal rules: ભારતની 2027 ની વસ્તી ગણતરીની તૈયારીઓ હવે વેગ પકડી રહી છે. દેશની વસ્તી, નાગરિકોની રહેણીકરણી અને સામાજિક-આર્થિક સ્થિતિનો સચોટ ચિતાર મેળવવા માટે ગૃહ મંત્રાલયે એક ખાસ પ્રશ્નાવલી તૈયાર કરી છે. આ અંતર્ગત, વસ્તી ગણતરી અધિકારીઓ (ગણતરીકારો) દરેક ઘરે જઈને પરિવારના સભ્યોને કુલ 40 પ્રશ્નો પૂછશે. આ માહિતીના આધારે જ સરકાર દેશના આયોજન અને વિવિધ પોલિસીઓ નક્કી કરે છે. પરંતુ, અહીં એક બહુ મોટો અને મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે, જો કોઈ નાગરિક વસ્તી ગણતરી અધિકારીને ખોટી માહિતી આપે તો શું થાય? શું એના માટે જેલની સજા થઈ શકે? ચાલો આ અંગેના કાયદાકીય નિયમોને સરળ ભાષામાં સમજીએ.

શું સાચી માહિતી આપવી ખરેખર ફરજિયાત છે?

જવાબ છે, હા. 1948 ના વસ્તી ગણતરી અધિનિયમ (Census Act) મુજબ, કોઈપણ અધિકૃત વસ્તી ગણતરી અધિકારીને સાચી માહિતી આપવી એ તમારી કાનૂની ફરજ છે. કાયદાની કલમ 8 સ્પષ્ટ કરે છે કે, અધિકારી દ્વારા પૂછવામાં આવેલા નિર્ધારિત પ્રશ્નોના જવાબ આપવા લોકો માટે ફરજિયાત છે.

આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે સરકારને રાષ્ટ્રીય આયોજન માટે એકદમ સચોટ ડેટા મળી રહે. વસ્તી ગણતરીમાંથી મળેલા ડેટાના આધારે જ દેશમાં રસ્તા, મકાન, હોસ્પિટલ, સ્કૂલ અને અન્ય જાહેર સેવાઓના નિર્ણયો લેવામાં આવે છે. એટલે, જો તમે અધિકારીને જાણીજોઈને ખોટી માહિતી આપો છો, તો તેને કોઈ નાની ભૂલ ગણવામાં આવતી નથી; તે એક ગંભીર ગુનો બની શકે છે.

શું ખોટી માહિતી આપવા પર જેલ થઈ શકે?

વસ્તી ગણતરી કાયદાની કલમ 11 માં આ અંગે સ્પષ્ટ સજાની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી માહિતી આપે, કોઈ મહત્વની માહિતી છુપાવે અથવા અધિકારીના કામમાં અડચણ ઊભી કરે, તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ગુનાની ગંભીરતા જોઈને કાયદા હેઠળ મહત્તમ 3 વર્ષ સુધીની જેલ, ₹1,000 સુધીનો દંડ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે.

પરંતુ, તમારે ગભરાવાની જરૂર નથી. આનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ અજાણતામાં થયેલી ભૂલ માટે તમને સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. કાયદો એ જુએ છે કે તમારો ઈરાદો શું હતો. શું તમે ખરેખર વસ્તી ગણતરી પ્રક્રિયામાં છેતરપિંડી કે અવરોધ ઊભો કરવા માંગતા હતા?

અજાણતામાં થયેલી ભૂલ અને ઈરાદાપૂર્વકના જૂઠાણા વચ્ચેનો તફાવત

આ બાબત સમજવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે, અધિકારી તમને પૂછે કે તમારું ઘર કયા વર્ષે બન્યું હતું? અને તમને ચોક્કસ વર્ષ યાદ નથી. આવી સ્થિતિમાં કોઈ ખોટું વર્ષ કહી દેવા કરતાં "મને ખબર નથી" કે "યાદ નથી" કહેવું વધુ યોગ્ય અને સલામત છે.

જો કોઈ વ્યક્તિ પ્રશ્ન સમજવામાં ભૂલ કરે અથવા અજાણતામાં કોઈ ખોટી માહિતી અપાઈ જાય, તો તેને ગુનો ગણવામાં આવતો નથી. પરંતુ, જો તમે જાણીજોઈને પરિવારના કોઈ સભ્યની માહિતી છુપાવો, રોજગાર વિશે ખોટું બોલો અથવા જાણીજોઈને હકીકતો છુપાવો, તો તે ગુનો બને છે. ટૂંકમાં, અનુમાન લગાવવા કે ખોટું બોલવાને બદલે જેટલી સાચી માહિતી ખબર હોય તેટલી જ આપવી.

શું વસ્તી ગણતરી અધિકારીઓને પણ સજા થઈ શકે છે?

કાયદો માત્ર નાગરિકો માટે જ કડક નથી, અધિકારીઓ માટે પણ સરખો જ છે. જો કોઈ વસ્તી ગણતરી અધિકારી નાગરિક પાસેથી સાચી માહિતી મેળવ્યા પછી પણ ડિજિટલ સિસ્ટમ કે ફોર્મમાં જાણીજોઈને ખોટી માહિતી દાખલ કરે અથવા તેમાં છેડછાડ કરે, તો તેની સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

અધિકારીઓ જો પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવે, કામ કરવાનો ઇનકાર કરે અથવા ગેરવર્તન કરે તો તેમને પણ સજા થઈ શકે છે. તેઓ વસ્તી ગણતરીના બહાને તમને કોઈ અંગત, ગેરવાજબી કે અયોગ્ય પ્રશ્નો પૂછી શકે નહીં. આમ, આ કાયદો બંને પક્ષે જવાબદારી નક્કી કરે છે.

આ પણ વાંચોઃ હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

સાંસ્કૃતિક અને પરંપરાગત રિવાજોમાં છૂટછાટ

આપણા દેશમાં ઘણી પરંપરાઓ અને રિવાજો છે, જેનું વસ્તી ગણતરી કાયદામાં સન્માન કરવામાં આવ્યું છે. કાયદાની જોગવાઈ મુજબ, જો કોઈ પરિવારમાં એવો રિવાજ હોય કે ઘરની મહિલાનું નામ બહારની કોઈ વ્યક્તિને આપી ન શકાય, તો કાયદો તે નામ જાહેર કરવા દબાણ કરી શકતો નથી.

તેવી જ રીતે, કેટલીક જગ્યાએ મહિલાઓને તેમના મૃત્યુ પામેલા પતિ કે અન્ય વડીલ સંબંધીનું નામ લેવાની મનાઈ હોય છે. આવા સ્વીકૃત પરંપરાગત રિવાજોને કારણે જો નામ આપવાનો ઇનકાર કરવામાં આવે, તો તેને માહિતી છુપાવી છે તેમ ગણવામાં આવતું નથી.

Frequently Asked Questions

શું સાંસ્કૃતિક રિવાજોના કારણે માહિતી ન આપવી એ ગુનો ગણાશે?

ના, કાયદાની જોગવાઈ મુજબ, જો કોઈ પરિવારમાં સ્વીકૃત પરંપરાગત રિવાજો (જેમ કે મહિલાનું નામ ન આપવું)ને કારણે માહિતી ન અપાય, તો તેને ગુનો ગણવામાં આવતો નથી.

Advertisement

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget