શોધખોળ કરો

ભાજપ પણ આમ આદમી પાર્ટીના પગલે, આ રાજ્યની ભાજપ સરકારે 125 યુનિટ મફત વીજળી આપવાની કરી જાહેરાત

આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના પાણીના બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.

હિમાચલમાં યોજાનારી ચૂંટણી પહેલા ભાજપે જનતાને રીઝવવા માટે ફ્રી કાર્ડ ચલાવ્યું છે. હિમાચલ દિવસ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ચંબામાં આયોજિત કાર્યક્રમમાં મોટી જાહેરાતો કરી છે. હિમાચલ પ્રદેશના લોકોને ભેટ આપતા સીએમ જયરામ ઠાકુરે રાજ્યમાં 125 યુનિટ સુધી મફત ઘરેલું વીજળી આપવાની જાહેરાત કરી છે. આ સાથે હિમાચલની મહિલાઓને HRTC બસોના ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના પાણીના બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.

સીએમ જયરામ ઠાકુરની આ જાહેરાત બાદ હિમાચલમાં થનારી ચૂંટણી પર ઘણી અસર જોવા મળશે. 75મા હિમાચલ દિવસના રાજ્ય સ્તરીય સમારોહમાં આ જાહેરાત કરતી વખતે, સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે પહેલા રાજ્યના લોકો માટે 60 યુનિટ સુધી વીજળી મફત હતી, પરંતુ હવે 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સીએમ જયરામ ઠાકુરે પોલીસ અને હોમ ડિફેન્સના જવાનોની ટુકડીઓ દ્વારા રજૂ કરાયેલ માર્ચ પાસ્ટની સલામી લીધી હતી. આ દરમિયાન સીએમ જયરામ ઠાકુર સાથે સ્પીકર વિપિન પરમાર અને વન મંત્રી રાકેશ પઠાણિયા પણ કાર્યક્રમમાં હાજર હતા.

સીએમ જયરામ ઠાકુરની આ જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓને ચૂંટણીમાં ઘણું નુકસાન થઈ શકે છે. કારણ કે 125 યુનિટ મફત વીજળી આપવાથી રાજ્યની જનતાને 250 કરોડનો ફાયદો થશે. આ વખતે હિમાચલ ચૂંટણીમાં AAP પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં ઉતરી રહી છે, AAPનું માનવું છે કે પાડોશી રાજ્ય પંજાબમાં જીત બાદ હિમાચલના લોકો પણ પરિવર્તન ઈચ્છે છે.

આ પણ વાંચોઃ

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીની આ સલાહ રાજ્ય માની લે તો ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો

Power Crisis In India: આકરી ગરમી વચ્ચે આ ત્રણ રાજ્યોમાં વિજળી સંકટ વધુ ઘેરુ બની શકે છે, ઉર્જા મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget