શોધખોળ કરો
Advertisement
તેલંગાનાઃ CM ચંદ્રશેખર રાવે 7 મે સુધી વધાર્યું લોકડાઉન, ઓનલાઈન ફૂડ ડિલીવરી પર પણ પ્રતિબંધ
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશવ્યાપી લોકડાઉન ભલે 3 મે સુધી વધાર્યું હોય પરંતુ તેલંગાનામાં મુખ્યમંત્રી કેસીઆરે રાજ્યમાં લોકડાઉનને 7 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. તેલંગાનામાં 8 મેથી લોકડાઉન ખોલવામાં આવશે જ્યારે દેશના બાકીના ભાગમાં કેન્દ્રના આદેશ અનુસાર 3 મે સુધી જ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાઈ રહ્યું ચે કે, સીએમ ચંત્રશેખરે આ નિર્ણય દિલ્હીમાં એક ડિલીવરી બોયના સંક્રમિત મળી આવ્યા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સોમવારે રાજ્યમાં ફૂડ ડિલીવરી એપનાં સંચાલનને મંજૂરી નહીં હોય.
રાજ્યમાં 858 કોરોના સંક્રમિત
તેલંગાનામાં COVID-19ના 858 કેસ છે, જેમાંથી 186 દર્દી ઠીક થઈ ગયા છે અને 21 લોકોના મોત થયા છે. આ વાતની જાણકારી પણ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion