શોધખોળ કરો
Advertisement
બંગાળ વિધાનસભા ચૂંટણીઃ સીએમ મમતા બેનર્જીનો મોટો દાવો- ટીએમસી ધારાસભ્યોને પૈસાની લાલચ આપી રહી છે બીજેપી
મમતા બેનર્જીએ બીજેપી પર આરોપ લગાવ્યો કે બીજેપી પાર્ટી બદલવા માટે ટીએમસીના ધારાસભ્યોને પૈસાની લાલચ આપી રહી છે. મમતા બેનર્જી એટલુ કહીને ના રોકાઇ, તેને બીજેપીને ખોટી ગણાવી. સાથે કહ્યું કે બીજેપી દેશ માટે સૌથી મોટો અભિશાપ છે
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. આ પહેલા સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે જંગ છેડાઇ ગઇ છે.આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંકુડાની રેલીમાં દાવો કર્યો કે બીજેપી ટીએમસીના ધારાસભ્યોને પૈસાની લાલચ આપી રહી છે. તેને એ પણ કહ્યું કે, જો બીજેપીમાં હિંમત હોય તો મારી ધરપકડ કરાવે, હું જેલમાંથી પણ ટીએમસીની જીત નક્કી કરીશ.
મમતા બેનર્જીએ બીજેપી પર આરોપ લગાવ્યો કે બીજેપી પાર્ટી બદલવા માટે ટીએમસીના ધારાસભ્યોને પૈસાની લાલચ આપી રહી છે. મમતા બેનર્જી એટલુ કહીને ના રોકાઇ, તેને બીજેપીને ખોટી ગણાવી. સાથે કહ્યું કે બીજેપી દેશ માટે સૌથી મોટો અભિશાપ છે.
આ પહેલા સોમવારે મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનના મહનાની શરૂઆતમાં બાંકુરાના ચતુરડીહ ગામમાં એક આદિવાસી પરિવારની સાથે ભોજન કરવા પર કટાક્ષ કર્યોહતો. મમતાએ કહ્યું હતુ કે તે માત્ર કેમેરા માટે ત્યાં ગયા હતા. જ્યારે હકીકત એ હતી કે મંત્રીએ પોતાનુ ખાવાનો બહારથી મંગાવીને ત્યાં ખાધુ હતુ.
મમતાએ આરોપ લગાવ્યો હતો કે અમિત શાહે ફાઇવ સ્ટાર હૉટલ અને પૉસ્ટ બોરામાં બનાવવામાં આવેલા બાસમતી ભાત ખાધા હતા, જ્યારે પરિવારના સભ્યો ધનિયા પત્તી અને શાકભાજી કાપતા દેખાયા હતા. મમતાએ કહ્યું શાહનુ દલિતના ઘરે જઇને ખાવુ માત્ર કેમેરા માટે જ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
શિક્ષણ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion