મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત
ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હી પ્રવાસે ગયા છે.
નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હી પ્રવાસે ગયા છે. આ દરમિયાન તેમણે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો, તેઓ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમજ ભૂપેંદ્ર પટેલે રાષ્ટ્પતિ કોવિંદ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દિલ્હીમાં આજે પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીને મળ્યા છે. પીએમઓ દ્વારા ભૂપેંદ્ર પટેલ અને પીએમ મોદીની તસવીર ટ્વિટ કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાને પણ મળ્યા હતા. ભૂપેંદ્ર પેટેલે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી છે. પીએમઓના ટ્વિટર અકાઉન્ટ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાતની તસ્વીર શેર કરવામાં આવી છે.
અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની શુભેચ્છા આપવાની સાતે વર્તમાન તીર્થંકર સિમનધર સ્વામીની મૂર્તિની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે પણ મુલાકાત લીધી હતી. તેમજ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં રાજકિય ઉથલપાથલ બાદ સિનિયર વરિષ્ઠ નેતાઓની અવગણના કરીને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ છે. આ સ્થિતિમાં ચૂંટણીના ગણતરીના મહિના પહેલા થયા પરિવર્તનને અનેક રીતે જોવાઇ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન મોદી સાથેની આ પ્રથણ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદી બહેન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ
પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિહં ચન્નીએ શપથ લીધા છે. ચરણજીત સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી એક ચહેરો હિંદુ અને બીજો ચહેરો શિખ સમુદાયમાંથી આવે છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી છે. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો હતો. કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ચરણજીત સિંહને અભિનંદન આપ્યા હતા.





















