શોધખોળ કરો

CM Survey: યોગી આદિત્યનાથ છે દેશના બેસ્ટ મુખ્યમંત્રી, સર્વેમાં થયો ખુલાસો, જાણો નંબર 2 અને 3 પર કોનું છે નામ

સર્વે અનુસાર, સીએમ યોગીની લોકપ્રિયતા તેના કામના કારણે વધી છે,વળી ગયા વર્ષે ઓગસ્ટની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે.

Yogi Adityanath: દેશમાં આ સમયે 30 રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે, આમાં દિલ્હી અને પોંડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યુ છે કે, જેમાં લોકોને બેસ્ટ મુખ્યમંત્રીને લઇને તેમનો મત પુછવામાં આવ્યો. આમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે. 

ઇન્ડિયા ટુડે અને સી વૉટરના એક તાજે સર્વેમાં દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી, આ સ્ર્વેમાં બેસ્ટ સીએમ પસંદગી કરવાનો વારો આવ્યો તો યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ બન્યા છે. સર્વે અનુસાર, 39.1 લોકોએ યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ સીએમ તરીકે પસંદ કર્યા છે. 

કેજરીવાલ અને મમતાની લોકપ્રિયતામાં ઘટાડો - 
દિલ્હીના અરવિંદ કેજરીવાલનું નામ યોગી આદિત્યનાથ બાદ બીજા નંબર પર આવે છે, 16 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને પોતાની પસંદ બનાવી છે, જ્યારે 7.3 ટકા લોકોની પસંદ મમતા બેનર્જી, બેસ્ટ પરફોર્મિંગ સીએમના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. 

સર્વે અનુસાર, સીએમ યોગીની લોકપ્રિયતા તેના કામના કારણે વધી છે,વળી ગયા વર્ષે ઓગસ્ટની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટ, 2022માં કેજરીવાલ 22 ટકા લોકોની પહેલી પસંદ હતા, મમતા બેનર્જીની લોકપ્રિયતામાં પણ ગયા વર્ષથી 1 ટકાનો ઘટાડો આવ્યો છે. 

દેશના 30 રાજ્યોમાં બેસ્ટ સીએમ પસંદ કરવા માટે સર્વે કરાવવામાં આવ્યો હતો, આમાં 1,40,917 લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવે છે. 

2024 Election : PM મોદી પછી કોણ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

PM Modi Successor: શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદી કે જેઓ દેશના વડાપ્રધાન પણ છે તેમની લોકપ્રિયતા અંગે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યા છે. તાજેતરના સર્વેમાં ભાગ લેનારા 52.5% લોકોએ ભારતના વડાપ્રધાન તરીકે આગામી કાર્યકાળ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? આ વાતને લઈને ઘણા નામો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 

પીએમ મોદી પછી કોણ? અનુગામી માટે સર્વેક્ષણ

ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વે 'મૂડ ઓફ ધ નેશન પોલ'માં પીએમ નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોને બનાવવો જોઈએ તે અંગે હજારો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે પીએમ મોદી હાલ રાજકીય સંન્યાસ લે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી પરંતુ આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો પીએમ મોદીના ઉત્તરાધિકારી બનાવવામાં આવે તો કોણ સૌથી વધુ યોગ્ય રહેશે. સર્વેમાં લોકોએ અમિત શાહ, યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી અને રાજનાથ સિંહને વોટ આપ્યા હતા.

લોકોએ ભાજપના આ નેતા પર વિશ્વાસ કર્યો વ્યક્ત

'મૂડ ઓફ ધ કન્ટ્રી' સર્વે અનુસાર, 26% લોકોએ પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહને સમર્થન આપ્યું છે. અમિત શાહ હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારથી જ તેઓ મોદીની નજીક છે. જ્યારે મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા ત્યારે અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 'મૂડ ઓફ ધ કન્ટ્રી'માં ઘણા લોકો માને છે કે અમિત શાહ પીએમ મોદીના ઉત્તરાધિકારી બની શકે છે.

અમિત શાહ બાદ ભાજપના નેતા કે જેમના પર લોકોએ સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. હા, 25% લોકો યોગી આદિત્યનાથને મોદીના અનુગામી તરીકે પસંદ કરી રહ્યા છે. જે નેતાઓ પીએમ મોદીના ઉત્તરાધિકારી બનવાની રેસમાં છે તેમાં યોગી આદિત્યનાથનું નામ અમિત શાહ સાથે સ્પર્ધામાં હોય તેમ લાગી રહ્યું છે.

16% લોકો નીતિન ગડકરી ત્રીજા ક્રમે

અમિત શાહ અને યોગી આદિત્યનાથ બાદ લગભગ 16% લોકો એવા છે જેઓ આ પદ માટે નીતિન ગડકરીને યોગ્ય માને છે. જ્યારે પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે, 6% લોકોની પસંદગી દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Embed widget