18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ રાજ્યમાં ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે, મુખ્યંત્રીએ કરી જાહેરાત, જાણો વિગતે
દેશમાં 1 મેથી 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવશે. આ માટે આજે બુધવારે સાંજે ચાર વાગ્યાથી નોંધણી શરૂ થઈ ગઈ છે.
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray)18 થી 44 વર્ષની વયના તમામ લોકોને મફત કોરોના રસી લગાવવાની જાહેરાત કરી છે. આ અંગે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી કાર્યાલયએ આ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં 1 મેથી 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવશે. આ માટે આજે બુધવારે સાંજે ચાર વાગ્યાથી નોંધણી શરૂ થઈ ગઈ છે.
દેશમાં મહારાષ્ટ્ર (Maharashtra )કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં મંગળવારે 66 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને સર્વાધિક 895 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે, 48,700 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 524 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 68,631 કેસ નોંધાયા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
વડાપ્રધાન મોદીના નજીકના કયા સગાનું કોરોનાના કારણે થયું નિધન ? જાણો વિગતે