શોધખોળ કરો
Advertisement
અયોધ્યા બનશે દેશનું સૌથી મોટું પર્યટન સ્થળઃ CM યોગી આદિત્યનાથ
યોગીએ કહ્યું કે, શ્રીરામ મંદિર આંદોલનથી ગોરક્ષ પીઠનો જૂનો સંબધ છે.
ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અયોધ્યા દેશનું સૌથી મોટું પર્યટન સ્થલ બનશે. રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. તેના વિસ્તરણ અને વિકાસ માટે જરૂરી યોજના બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી અયોધ્યામાં મંદિર નિર્મામ માટે બુધવારે ગોરખનાથ મંદિરના તિલક હોલમાં મંદિર નિધિ સમર્પણ અભિયાનની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે મંદિર નિર્માણ માટે એક રૂપિયાથી તેની શરૂઆત કરી છે. અયોધ્યાના વિકાસને લઈને વ્યાપક કાર્યયોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોમાં અયોધ્યા દેશનું જ નહીં પણ સૌથી મોટું તીર્થસ્થળ હશે, પરંતુ સૌથી વધારે આકર્ષક પર્યટન સ્થલ તરીકે પણ સામે આવશે.
રામ મંદિરનું નિર્માણ 36થી 39 મહિનામાં પૂરુ થશે
યોગીએ કહ્યું કે, શ્રીરામ મંદિર આંદોલનથી ગોરક્ષ પીઠનો જૂનો સંબધ છે. બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથ અને બ્રહ્મલીન મહંત અવેધનાથ રામ મંદિર આંદોલન માટે પોતાનું સમગ્ર જીવનકાળમાં સક્રિય રહ્યા હતા. બ્રહ્મલીન મહંત અવૈધનાથને જન્મભૂમિ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ રહેતા આ આંદોલનને નવી ઉંચાઈ સુધી પહોંચાડ્યું.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 36થી 39 મહિનામાં પુરુ થઈ જશે. આઈઆઈટીના વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોની દેખરેખમાં કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તાર કાટમાળથી ઢંકાયેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement