Unemployment: બેરોજગારીમાં દેશમાં બીજા નંબર પર આવ્યુ રાજસ્થાન, આટલા ટકા લોકો પાસે નથી કામ-ધંધો
બિનસરકારી સંસ્થા સેન્સર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનોની (સીએમઆઇઇ) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજસ્થાનમાં 29.8 ટકા બેરોજગારી થઇ ગઇ છે.
Unemployment in Rajasthan: દેશભરમાં બેરોજગારી (Unemployment)ના રિપોર્ટને જાહેર કરી દેવામા આવ્યો છે, આ રિપોર્ટમાં રાજસ્થાન (Rajasthan) માટે એકદમ ખરાબ સમાચાર સામે આવ્યા છે. દેશમાં બેરોજગારીને લઇને રાજસ્થાન બીજા નંબર પર છે, એટલે કે રાજસ્થાન એવુ બીજુ રાજ્ય છે જ્યાં સૌથી વધુ બેરોજગારી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર હરિયાણા છે. હરિયાણામાં દેશમાં સૌથી વધુ લોકો બેરોજગાર છે.
CMIEએ જાહેર કર્યા આંકડા -
ખરેખરમાં, બિનસરકારી સંસ્થા સેન્સર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનોની (સીએમઆઇઇ) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજસ્થાનમાં 29.8 ટકા બેરોજગારી થઇ ગઇ છે.જો આખા દેશની વાત કરીએ તો દેશમાં આ સમયે બેરોજગારી દર 7.8 ટકા છે.
ફેબ્રુઆરીમાં આટલી હતી બેરોજગારી -
આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં 32.3 ટકા બેરોજગારી હતી, તે સમયે રાજસ્થાન બેરોજગારીના મામલામાં પર દેશમાં પહેલા નંબર પર હતુ, જોકે, આ વખતે સુધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં દેશમાં બેરોજગારી દર 8 ટકા હતો.
આ છે ટૉપ 5 બેરોજગાર રાજ્ય -
સીએમઆઇઇ દ્વારા જાહેર કરવામાં આવેલુ બેરોજગારી લિસ્ટ અનુસાર, હરિયાણા 30.6 ટકાની સાથે પહેલા નંબર પર છે, આ પછી રાજસ્થાન 29.8 ટકા, આસામ 17.2 ટકા, જમ્મુ-કાશ્મીર 17.2 ટકા, અને પાંચમા નંબરપર 14
ટકા સાથે બિહાર છે.
ટૉપ 5 રાજ્ય જેમાં સૌથી ઓછી બેરોજગારી -
દેશમાં સૌથી ઓછી બેરોજગારી મધ્યપ્રદેશમાં માત્ર 0.5 ટકા છે, આ પછી પોંડુચેરીમાં 0.8 ટકા, ઓડિશામાં 1.2 ટકા, છત્તીસગઢમાં 1.2 ટકા અને તામિલનાડુમાં 2.1 ટકા છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ