શોધખોળ કરો

'પીએમ વિરુદ્ધની ટિપ્પણીઓ બેજવાબદાર છે, પરંતુ રાજદ્રોહ નથી': કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન

Karnataka HC: કર્ણાટકના બિદર જિલ્લામાં સ્થિત શાહીન સ્કૂલ પર સ્ટેજ પર નાટક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવાના કેસમાં શાળા મેનેજમેન્ટ સામેના રાજદ્રોહના કેસને રદ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે પીએમ વિરુદ્ધ બોલવામાં આવેલા શબ્દો અપમાનજનક અને બેજવાબદાર છે, પરંતુ તે રાજદ્રોહ નથી. હાઈ જસ્ટિસ હેમંત ચંદનગૌદારે શાહીન સ્કૂલ મેનેજમેન્ટ બિદરના અલાઉદ્દીન, અબ્દુલ ખાલિક, મોહમ્મદ બિલાલ ઈનામદાર અને મોહમ્મદ મહતાબ વિરુદ્ધ ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરી હતી.

જસ્ટિસ હેમંત ચંદનગૌદારે ચુકાદો સંભળાવતા કહ્યું- નાટક દરમિયાન વડાપ્રધાનને જૂતા મારવા જોઈએ તે નિવેદન અપમાનજનક જ નહીં, બેજવાબદાર પણ છે. IPC ની કલમ 124-A (રાજદ્રોહ સંબંધિત) લાગુ કરી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિના શબ્દો અથવા અભિવ્યક્તિઓ જાહેર અવ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા માટે હાનિકારક વલણ અથવા ઉદ્દેશ્ય ધરાવે છે.

કર્ણાટક હાઈકોર્ટ કહે છે કે નાગરિકને સરકાર અને તેના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા પગલાઓની ટીકા અથવા ટિપ્પણી કરવાનો અધિકાર છે, પરંતુ તે લોકોને સરકાર વિરુદ્ધ હિંસા કરવા અથવા જાહેર અવ્યવસ્થા ઊભી કરવાના ઈરાદાથી ઉશ્કેરવાનો નથી.

શું છે સમગ્ર મામલો

હકીકતમાં, વર્ષ 2020 માં, કર્ણાટકના બિદર જિલ્લાની શાહીન સ્કૂલમાં, બાળકોએ CAA અને NRC વિશે એક નાટક રચ્યું હતું. આ પછી, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાળા દેશ વિરુદ્ધ કામ કરીને નકારાત્મક બાબતો ફેલાવી રહી છે. આ દાવાને ફગાવી દેતા શાહીન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશને કહ્યું હતું કે પોલીસ દરરોજ શાળામાં આવતી હતી અને બાળકો સાથે દેશદ્રોહી જેવો વ્યવહાર કરતી હતી.

આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CAA એક્ટ વિરુદ્ધ ધોરણ 4ના વિદ્યાર્થીઓના સ્ટેજ પર રજૂ કરવામાં આવેલ નાટક સાંપ્રદાયિક હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અંગે નિલેશ રાકેશ્યાલાએ બિદર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504, 505 (2), 124 (A) અને 153 (A) હેઠળ કેસ નોંધ્યો હતો.

વીર સાવરકર અને 10 કેસનો ઉલ્લેખ... રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે બીજું શું કહ્યું? જાણો વિગતે

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget