શોધખોળ કરો

Congress: લોકસભા ચૂંટણી પહેલા જીગ્નેશ મેવાણીનું કદ વધ્યું, કોંગ્રેસે સોંપી મોટી જવાબદારી

Congress: કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આવનારી ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા કમિટીની રચના કરી છે. પી ચિદમ્બરમને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ છે. બનાવવામાં આવ્યા છે.

Congress: કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આવનારી ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા કમિટીની રચના કરી છે. પી ચિદમ્બરમને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ છે. બનાવવામાં આવ્યા છે. 16 સભ્યની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીમાં ગુજરાતમાંથી એક માત્ર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સ્થાન આપવામાં આવ્યું છે. આમ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું રાજકીય કદ વધ્યું છે.

લોકસભાની આગામી ચૂંટણી માટે મેવાણીને  મોટી જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસે લોકસભાની આગામી ચૂંટણી માટેના ચૂંટણી ઢંઢેરા કમિટીમાં મેવાણીને સ્થાન આપ્યું છે. ગુજરાતમાંથી એકમાત્ર ધરસભ્ય જીજ્ઞેશ મેવાણીને ચૂંટણી ઢંઢેરાની કમિટીમાં સ્થાન મળ્યું છે. 16 સભ્યોની સમિતિમાં ગુજરાતમાંથી એકમાત્ર મેવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવને મહત્વની પેનલના કન્વીનર બનાવવામાં આવ્યા છે. 16 સભ્યોની પેનલમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્ત્વપૂર્ણ બેઠકના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. સીવીસીમાં પાર્ટીએ તેની લોકસભા ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તે તેના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરશે. પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, "કોંગ્રેસ અધ્યક્ષે આગામી સામાન્ય ચૂંટણી 2024 માટે તાત્કાલિક અસરથી મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે."

પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, જયરામ રમેશ અને શશિ થરૂર પણ આ સમિતિમાં સામેલ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મણિપુરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગાયખાંગમ અને લોકસભામાં પાર્ટીના ઉપ નેતા ગૌરવ ગોગોઈ પણ ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તી સાથે સમિતિમાં છે.

મુખ્ય પેનલના અન્ય સભ્યો, જે ચૂંટણી માટે પાર્ટીના એજન્ડાને અંતિમ સ્વરૂપ આપશે, તેમાં ઇમરાન પ્રતાપગઢી, કે રાજુ, ઓમકાર સિંહ મારકમ, રંજીત રંજન, જીગ્નેશ મેવાણી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ થયા છે.  તમને જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. આમ કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. સીટ શેરિંગ અંગે ટૂંક સમયમાં જ બેઠક મળવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget